ડિવોર્સ બાદ આઘાતમાં સરી પડી હતી સમંતા રુથ પ્રભુ
મુંબઈ, સમંતા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીના બ્યૂટિફૂલ કપલમાં થતી હતી. આશરે ચાર વર્ષના રિલેશન બાદ બંનેએ ઓક્ટોબર ૨૦૧૭માં દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ અને વ્હાઈટ વેડિંગ કર્યા હતા. બંને તેમના સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની ક્યૂટ અને રોમેન્ટિક તસવીરો પણ શેર કરતાં રહેતા હતા. South Superstar Samantha Ruth Prabhu
પરંતુ ઓક્ટોબર ૨૦૨૧માં અચાનક તેમણે જ્યારે સેપરેશનની જાહેરાત કરી તો ઈન્ડસ્ટ્રીના મિત્રોની સાથે-સાથે ફેન્સને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. બંને વચ્ચે શું ખોટું થયું તેની માહિતી આજ સુધી સામે આવી નથી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે ફરી તેના નિષ્ફળ લગ્નજીવન વિશે વાત કરી હતી.
ઝૂમ એન્ટરટેન્મેન્ટને આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં સમંતાએ કહ્યું હતું કે ‘આ સ્થિતિના સૌથી મુશ્કેલ સમયમાં હું અંધકારવાળી જગ્યાએ જતી રહી હતી અને મને ખરેખર કેટલાક અંધકારમય વિચારો આવતા હતા. તે વિચારો મને નષ્ટ કરી દે તેમ હું થવા દેવા માગતી નહોતી. તેનો અર્થ એ થયો કે મારે એક ડગલું આગળ જાેવાનું શરૂ કરવું પડશે. હું ભાગ્યશાળી છું કે, ઘણા નજીકના લોકો મારી સાથે ઉભા રહ્યા હતા.
હું હજી તેમાંથી બહાર નથી આવી, પરંતુ ખરાબ દિવસોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે’, આ સાથે તેમ પણ સ્વીકાર્યું હતું કે, લગ્નજીવનને તેણે ૧૦૦ ટકા આપ્યું હતું પરંતુ બધુ પ્લાનિંગ પ્રમાણે થયું નહોતું.
સમંતા રુથ પ્રભુએ કહ્યું હતું કે, તે પોતાને મજબૂત અને સ્વતંત્ર સમજતી નથી. ‘મેં ઘણી મુશ્કેલીઓ જાેઈ છે, હું તે દિવસોમાં બેડથી બહાર નીકળવા માગતી નહોતી, હું રડતી રહેતી હતી. હું ઠીક થઈશ કે નહીં તેમ મારા મમ્મીને પૂછતી રહેતી હતી. તે અલૌકિક શક્તિ નથી.
મારી અંદર એક નાની બાળકી પણ છે, જે નબળી છે અને સારી થવા માગે છે’. સમંતા અને નાગા ચૈતન્ય વચ્ચે હજી પણ કડવાશ છે. કોફી વિથ કરણમાં હાજરી આપવા દરમિયાન એક્ટ્રેસે કહ્યું હતું કે ‘જાે અમને બંનેને એક રૂમમાં બંધ કરશો તો તમારે હથિયાર છુપાવવા પડશે.
પરંતુ સમય જતાં અમારી વચ્ચે બધું ઠીક પણ થઈ શકે છે. જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સમંતા રુથ પ્રભુની મુલાકાત તેમની ફિલ્મ ‘યે માયા ચેસાવે’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને સારા મિત્રો બની ગયા હતા. તે સમયે તેઓ અલગ-અલગ વ્યક્તિને ડેટ કરતા હતા.
ચૈતન્ય શ્રુતિ હસનને જ્યારે સમંતા સિદ્ધાર્થને ડેટ કરતી હતી. જાે કે, ૨૦૧૩માં બંનેનું બ્રેકઅપ થયું હતું. જે બાદ ૨૦૧૩માં સમંતા અને ચૈતન્યએ વધુ એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તે વખતે એકબીજા માટે પ્રેમના ફણગા ફૂટ્યા હતા.SS1MS