ઠગ મહિલા ગેંગ ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી હતી
(એજન્સી)અમદાવાદ, આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહીલા ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. જે મહિલાઓ લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા.
અને રમકડાની નોટો બોક્સમાં મુકી છેતરપિંડી કરતા હતા.. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે મહિલાની ધરપકડ કરી. જાેકે અન્ય એક આરોપી ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં ગઈકાલે બે મહિલાઓ મમતાબેન અને શોભાબેન લોકોને લોન આપવાના બહાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને ૫ લાખની હોમ લોન મળશે તેવી વાતો કરતા હતાં..
ત્યાંજ ભોગબનનાર મહિલા પહોચી જતા બન્ને આરોપીને ઓળખી ગઈ હતી. જ્યાં આરોપીનો ભાંડો ફુટ્યો અને બન્ને મહિલાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
ઝડપાયેલ બન્ને આરોપીની પુછપરછ અને તેમની મોડસ ઓપરેન્ડી પર નજર કરતા તેઓ ખાનગી ફાઈનાન્સ કંપનીના લોન માટે ફોર્મ ભરાવતા અને ભોગ બનનાર પાસેથી લોન ના ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂપિયા પડાવતા હતા. ભોગ બનનાર સાથે પણ ૬૦ હજારની છેતરપિડીં કરવામાં આવી હતી.