Western Times News

Gujarati News

બેંક લોનના નાણાં ઓનલાઈન ગેમમાં ગુમાવતા ઓફીસે આપઘાત કરવા પહોંચ્યો યુવક

ઓનલાઈન ગેમની લતમાં યુવકે પ૦ લાખ ગુમાવ્યા

(એજન્સી)નોઈડા, એક ઈ-કોમર્સ કંપનીમાં કામ કરતા ૩૬ વર્ષીય યુવકને ઓનલાઈન રમી ગેમ રમવાની એટલી લત લાગી ગઈ કે તેણે તેના જીવનની કમાણીને સાથે સાથે ચાર બેંકોમાંથી લોન લીધેલી રકમ પણ ગેમમાં ગુમાવી દીધી. આ આદતમાં પ૦ લાખથી વધુની રકમ ગુમાવનાર આ વ્યકિત નોઈડાના સેકટર-૩માં આવેલી ગેમ કંપનીની ઓફીસમાં આત્મહત્યા કરવા પહોચી ગયો હતો.

વ્યકિતના આ શોખના કારણે તેની પત્ની અને પુત્રી ઘર છોડી ચાલ્યા ગયા અને તેણે નોકરી પણ ગુમાવી દીધી. આ યુવકે સોશીયલ મીડીયા એકાઉન્ટ દ્વારા આત્મહત્યા કરવાની જાહેરાત કરી હતી. યુવકે ટિવટમાં લખ્યું હતુતં કે જાે સરકાર ઓનલાઈન ફ્રોડ ગેમ બંધ નહી કરે તો તેણે ફાંસી લગાવવી પડશે. અથવા પોતાની કીડની વેચીને લોન ચુકવવી પડશે.

લગભગ ત્રણ વર્ષ પહેલા તેને ઓનલાઈન રમી રમવાનો એટલો શોખ હતો કે તે આખો દિવસ રમી ગેમ રમીને પૈસા બનાવા માગતો હતો. જાેકે તે રમતમાં કોઈપણ દાવ જીતી શકયો ન હતો. પહેલા તે નાની રકમથી રમતો હતો. પરંતુ જયારે તે દર વખતે હારવા લાગ્યો,

ત્યારે તેને હારેલા પૈસા એક જ વારમાં કમાવવાનું નકકી કર્યું. આ માટે તેણે ચાર અલગ અલગ બેકોમાંથી રર લાખની લોન લીધી અને તમારા પૈસા ગુમાવી દીધા. તેણે આ પહેલા લગભગગ ૩૦ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આમ આ વ્યકિત કુલ પર લાખ રૂપિયા ગેમમાં ગુમાવી દીધા હતા.

હવે સ્થિતી એવી થઈ ગઈ છે કે આ વ્યકિતિની નોકરી પણ દેવાના બોજ હેઠળ જતી રહી છે. લગભગ દોઢ વર્ષથી હપ્તો નહી ભરાતા બેકમાંથી રીકવરી નોટીસો આવી રહી છે. તે તેના પૈસા પરત મેળવવા માટે સેકટર-૩ કંપનીની બહાર આખો દિવસ બુમો પાડતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.