મુરૈના હત્યાકાંડની માસ્ટમાઈન્ડ પુષ્પા દેવી ઝડપાઈ
મુરૈના, કહેવાય છે કે, છોરુ કછોરું થાય પણ માતા કુમાતા ન થાય. માતા પોતાના બાળકોને હંમેશા સારા માર્ગ પર ચાલવાના સંસ્કાર આપતી હોય છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતી હોય છે. પરંતુ ચંબલના મુરૈના જિલ્લાા લેપા ગામની એક માતાએ પોતાના દીકરાનું ભવિષ્ય સુધારવાના બદલે તેને હત્યારો બનાવી દીધો હતો. Pushpa Devi, the mastermind of Murai’s murder, was arrested
આ મહિલાએ પોતાના પતિની હત્યાનો બદલો લેવા માટે પોતાના દીકરાના હાથમાં બંદુક થમાવી દીધી હતી. એક એક કરીને પોતાના દીકરાના હાથથી છ લોકોની હત્યા કરાવી દીધી છે. હવે આ મહિલાને પોલીસે ઝડપી પાડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેરખરમાં બનાવની વિગતો એવી છે કે, મુરૈના જિલ્લાના લેપા ગામમાં બે દિવસ પહેલાં હત્યાકાંડ થયો હતો. લેપા ગામનમાં ૮ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ૬ લોકોનાં કરુણ મોત થઈ ચૂક્યા હતા.
આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું હતું અને જૂની અદાવતમાં છ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જમીન વિવાદમાં આ હત્યાકાંડ થયો હતો અને બે પરિવાર વચ્ચે છેલ્લાં દસ વર્ષથી અદાવત ચાલી રહી હતી. વર્ષ ૨૦૧૩માં લેપા ગામમાં કચરો નાખવાની બાબતમાં ગજેન્દ્ર સિંહ અને ધીર સિંહના પરિવાર વચ્ચે વિવાદ થયો હતો.
આ વિવાદ દરમિયાન વીરભાન અને સોવરન નામના બે લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી ગજેન્દ્ર સિંહનો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો હતો. ૧૦ વર્ષબાદ આ જ પરિવાર ધીર સિંહના પરિવાર સાથે સમાધાન થાય બાદ પોતાના ગામમાં પરત ફર્યા હતા.
અહીં ધીર સિંહના પરિવારના લોકોએ ૮ લોકોને ગોળીઓ મારી દીધી હતી અને તેમાંથી ૬ લોકોનાં મોત થયા હતા. લેપા ગામમાં થયેલા આ હત્યાકાંડનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ગજેન્દ્ર સિંહના પરિવારની જ રંજના નામની એક છોકરીએ પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી.
આ વિડીયોમાં દેખાય છે કે, એક છોકરો એક મહિલાના કહેવાથી એક એક કરીને લોકો પર ફાયરિંગ કરી રહ્યો છે. ગોલી મારનારા છોકરાનું નામ અજીત છે અને લીલા રંગની સાડી પહેરેલી મહિલા જે ગોળીઓ મારવા માટે કહી રહી છે એ તેની માતા છે અને તેનું નામ પુષ્પા દેવી છે. પુષ્પા દેવીના પતિ વીરભાનની હત્યા ૨૦૧૩માં થી હતી. પોતાના પતિના મોતનો બદલો લેવા માટે પુષ્પા દેવીએ તેના દીકરા અજીતના હાથમાં બંદુક પકડાવી દીધી હતી.
પતિની હત્યાનો બદલો લેવા માટે પુષ્પા દેવીએ આ કાંડને અંજામ આપ્યો હતો. તેણે પોતાના જ દીકરાને હત્યારો બનાવી દીધો હતો. પુષ્પાએ જ પોતાના દીકરા અજીતના હાથમાં બંદુક પકડાવી દીધી હતી અને સાથે ઉભા રહીને દીકરાના હાથે એક એક પર ગોળીઓ ચલાવડાવી હતી. અજીત ગોળીઓ ચલાવી રહ્યો હતો અને પુષ્પા કારતૂસ આપી રહી હતી. નીડર બનીને દબંગ અંદાજમાં પુષ્પા દેવીએ પોતાના દીકરા અજીતના હાથે દુશ્મનો પર ગોળીઓ વરસાવડાવી હતી.
પોતાના જ સગા દીકરાના હાથે છ લોકોની હત્યા કરાવનારી પુષ્પા દેવી ફરાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે ફરાર તમામ આરોપીઓ પર રુપિયા ૧૦-૧૦ હજારનું ઈનામ જાહેર કર્યુ હતુ. પોલીસે ધીર સિંહ અને રજ્જાે દેવી નામના બે આરોપીઓને તો પહેલાં જ ઝડપી પાડ્યા હતા. હવે પોલીસે આ હત્યાકાંડની માસ્ટરમાઈન્ડ પુષ્પા દેવીની પણ ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS