અવિકાએ “સસુરાલ સિમર કા”ના રોલને ગણાવ્યો ભંગાર
મુંબઈ, એક્ટ્રેસ અવિકા ગોરને કોઈ ઓળખની જરૂર નથી. એક્ટ્રેસ ખૂબ નાની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ઘર-ઘરમાં ઓળખ ઊભી કરી હતી. ‘બાલિકા વધૂ’ સીરિયલમાં આનંદીની ભૂમિકા ભજવીને તેણે સ્ટારડમ મેળવ્યું હતું. જે બાદ તે સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં રોલી ભારદ્વાજના રોલમાં જાેવા મળી હતી.
આ શો ભારતીય ટેલિવિઝન પરના પ્રખ્યાત શો પૈકીનો એક હતો અને તેની ફેન ફોલોઈંગ પણ ખાસ્સી હતી. આ શોમાં શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કર લીડ રોલમાં હતા. જ્યારે અવિકા દીપિકાની બહેનના રોલમાં હતી. હવે અવિકા મહેશ ભટ્ટે લખેલી ફિલ્મ ‘૧૯૨૦ઃ હોરર્સ ઓફ ધ હાર્ટ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.
હાલ તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અવિકા હાલમાં જ એક ચેટ શોમાં પહોંચી હતી. જેમાં તેણે ‘સસુરાલ સિમર કા’માં કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો. અવિકા ગોરને ચેટ શોમાં પૂછવામાં આવ્યું કે, તેણે ભજવેલો કયો રોલ તેને બીવડાવે છે? તો તેણે ‘સસુરાલ સિમર કા’માં ભજવેલા રોલીના પાત્રનું નામ લીધું હતું.
અવિકાએ શોમાં કરેલી વિચિત્ર વસ્તુઓ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “મેં એક ભૂતને કહ્યું હતું કે, તે કાયદો પોતાના હાથમાં ના લે. એક ત્રિશૂળથી મારવામાં આવી હતી. આવું તો ઘણું થયું હતું. શોમાં હું ત્રણવાર મરીને જીવતી થઈ છું અને ૫૦ વખત તો કિડનેપ થઈ હોઈશ. મેં છ કે સાતવાર તો લગ્ન પણ કર્યા હતા.
એક જ વ્યક્તિ સાથે ત્રણવાર મારા પાત્રના લગ્ન થયા હતા. અવિકા ગોર ફિલ્મ ‘૧૯૨૦ઃ હોરર્સ ઓફ ધ હાર્ટ’થી બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ મહેશ ભટ્ટે લખી છે અને કૃષ્ણા ભટ્ટે ડાયરેક્ટ કરી છે. ભટ્ટ પરિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને અવિકા સાથે કામ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી.
આ ફિલ્મ ૨૩ જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. અવિકા ગૌરે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. ૨૦૧૩માં તેણે ‘ઉય્યલા જમ્પાલા’ સાથે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ‘સિનેમા ચૂપિષ્ઠ માવા’, ‘કેર ઓફ ફૂટપાથ ૨’, ‘એકાદિકી પોથાવુ ચિન્નાવદા’, ‘રાજૂ ગરી ગઢી ૩’ અને ‘નેટ’ સહિત સાઉથની કેટલીય સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. કઝાકિસ્તાનની ફિલ્મ આઈ ગો ટુ સ્કૂલમાં પણ અવિકા જાેવા મળી છે.SS1MS