Western Times News

Gujarati News

જાેટાણા હરસિદ્ધવાડી ITI પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી

મહેસાણા, મહેસાણા તાલુકાની મીઠાથી જાેટાણા તરફ જવાના માર્ગે હરસિદ્ધવાડી વિસ્તારમાં આઈટીઆઈ નજીક રોડ પરથી બુધવારે આશરે ૩પ વર્ષની ઉમરના અજાણ્યા પુરૂષની લાશ મળતાં એકઠા થઈ ગયેલા લોકોએ સાંથલ પોલીસને જાણ કરી હતી

જેથી સાંથલ પીએસઆઈ એ.કે.વાઘેલા સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોચી તપાસ કરતા મેલા અને ફાટેલા કપડાં પહેરેલો મૃતક યુવક બે-ત્રણ દિવસથી આ વિસ્તારમાં ફરતો હતો અને હિન્દી ભાષી હોવાનું જણાયું હતું. મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જાેવા નથી મળ્યા ત્યારે પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનું જાેટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવ્યું હતું.

મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસે તેની લાશ મહેસાણા સિવિલના કોલ્ડરૂમમાં મુકી હતી અકસ્માત મોત દાખલ કીર મૃતકના વાલી-વારસોની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.