ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈઝરાયેલી બાળકીઓની હ્યદય કંપાવનારી સ્થિતિ…..
બાળકીઓનાં મૃતદેહ, કપાયેલા સ્તન
કોઈ શંકા નહોતી કે કિશોરીઓ પર બળાત્કાર થયો છે, પરંતુ તે જાણી ન શકાયું કે તેણીનું મોત પહેલાં થયું હતું કે કેમ
નવી દિલ્હી, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અનેક વરવી વાસ્તવિકતાઓ દરરોજ સામે આવી રહી છે. અસંખ્ય લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. હજુ પણ આ લડાઇ યથાવત છે. આ સ્થિતિ વચ્ચે ઈઝરાયેલી બાળકીઓની હ્યદય કંપાવનારી સ્થિતિ વિશે ખુલાસો થયો છે.Amid the war in Israel, the heartbreaking situation of Israeli girls…..
હમાસે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સામાન્ય ઈઝરાયેલી લોકોની હત્યા કરવાની સાથે જીવિત અને મૃત બાળકીઓ અને મહિલાઓ સાથે બળાત્કાર જેવા અત્યાચાર પણ કર્યા હતા. તેથી હવે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઈઝરાઇલ પર હમાસના હુમલા પછી બળાત્કારના કેસોના દસ્તાવેજાે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જેના માટે ફોરેન્સિક પુરાવા, વિડીયો અને સાક્ષીઓ અને શકમંદોના નિવેદનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પ્રત્યક્ષદર્શીઓએ કરેલા ખુલાસા માનવતા માટે શરમજનક છે. હમાસના આતંકવાદીઓએ પકડાયેલી મહિલાઓ અને બાળકીઓ પર ર્નિદયતાથી બળાત્કાર ગુજારવાની સાથે તેમને ભયાનક શારીરિક હિંસાનો ભોગ પણ બનાવી હતી. કોઇની છાતી કાપી નાંખી તો અમુકને રેપ દરમિયાન જ ગોળી મારી દીધી.
ઈઝરાયેલની યુવતીઓના શબ પર પડેલું તાજું સ્પર્મ હતું. ઈઝરાયેલના સ્પેશિયલ ૬૬૯ સ્પેશિયલ ટેક્ટિક રેસ્ક્યૂ યુનિટના એક પેરામેડિકે સીએનએનને જણાવ્યું હતું કે, તેણે ભૂતકાળમાં ઘણા પ્રકારની જાનહાનિની તપાસ કરી હતી. પરંતુ ૭ ઓક્ટોબરની હિંસા કલ્પના બહારની હતી. ફાઇટર પેરામેડિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કિબુત્ઝ બેરીમાં હમાસના નરસંહાર બાદ તે બચી ગયેલા લોકોની શોધમાં ઘરે-ઘરે જઇ રહ્યા હતા.
તે દરમિયાન તેમને એક બેડરૂમમાં બે કિશોરીઓના મૃતદેહ મળ્યા હતા. પેરામેડિકના જણાવ્યા અનુસાર, “એકની લાશ પલંગ પર અને બીજી જમીન પર પડી હતી. તેમાં કોઈ શંકા નહોતી કે કિશોરીઓ પર બળાત્કાર થયો છે, પરંતુ તે જાણી ન શકાયું કે તેણીનું મોત પહેલાં થયું હતું કે કેમ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “તેનું પેન્ટ ઘૂંટણ સુધી ખુલ્લું હતું અને તેની ગરદન પાછળ માથા પાસે ગોળીના ઘા હતા.
તેના માથાની આસપાસ લોહી હતું અને તેની પીઠના નીચેના ભાગ પર સ્પર્મ પડ્યું હતું. પલંગ પર પડેલી યુવતીના આખા શરીર પર ઈજાના નિશાન હતા અને તેની છાતીમાં ગોળી વાગી હતી. આ બંને છોકરીઓને તેમના પહોંચતા પહેલાં જ મારી નાંખવામાં આવી હશે અથવા પહેલાં હત્યા કરવામાં આવી હશે. કદાચ તેમના જ બેડરૂમમાં તેમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હશે. જાેકે, આ બધું તપાસ પછી જ જાણી શકાશે.
અન્ય લોકોએ પણ નોવા સંગીત સમારોહમાં આવી જ ભયાનક અને આઘાતજનક ઘટનાઓની જાણકારી આપી હતી. અહીં આતંકીઓએ સેંકડો યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. સમારંભના આયોજકોમાંના એક રામી સેમ્યુઅલે જણાવ્યું હતું કે, જ્યારે તે ભાગી રહ્યો હતો ત્યારે તેણે મહિલા પીડિતોને કપડાં વિના જાેઇ હતી અને તેમની સાથે શું થયું હતું તે અંગે તેમને કોઈ શંકા નથી. તેમને ર્નિવસ્ત્ર કરવામાં આવી હતી.