Western Times News

Gujarati News

સૈફનાં પટૌડી પેલેસ પર ભારતનો નહીં બીજો ધ્વજ લહેરાય છે?

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન હાલમાં વેકેશનની મજા માણી રહ્યા છે. અભિનેત્રી કરીના કપૂર ખાને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર પોતાના બંને બાળકો તૈમૂર અને ઝેહની સાથે પટોડી પેલેસ પર વેકેશન ઇન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં પટૌડી પેલેસની ઝલક પણ જોવા મળી રહી છે. હવે લોકોની નજર પટૌડી પેલેસ પર લગાવેલા ઝંડા પર અટકી ગઇ છે. ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ એક્ટર સૈફ અલી ખાનના આલીશાન પટૌડી પેલેસમાં થયું હતું. જેના કારણે તે ઘણી હેડલાઇન્સમાં રહ્યું છે. જોકે આ વખતે આ મહેલ કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવ્યો છે. કરીના કપૂરે શેર કરેલા છેલ્લા ફોટો પર બધાની નજર ટકેલી છે.

આ ફોટામાં પટૌડી પેલેસના ગુંબજ પર એક ધ્વજ લહેરાઇ રહ્યો છે. આ ધ્વજ ભારતનો નથી. આવી સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે પટૌડી પેલેસમાં કયો ધ્વજ લહેરાયો છે. ખરેખરમાં મહેલના ગુંબજ પર લહેરાતો આ ધ્વજ પટૌડી રાજ્યનો છે. આઝાદી પહેલા પટૌડી પેલેસ એક રજવાડું હતું. આ તસવીરો શેર કરતી વખતે કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, “મક્કે દી રોટી, અમારા પોતાના ઘરના બગીચામાંથી સરસોં કા સાગ, આ મારી કેટલીક પ્રિય વસ્તુઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.