Western Times News

Gujarati News

પહેલા ઝઘડા અને હવે પત્ની અંકિતા પર ઉપાડ્યો હાથ !

મુંબઈ, બિગ બોસ ૧૭ ના ઘરની શરૂઆતથી જ અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચેના સંબંધો ચર્ચાનો વિષય બની ગયા છે. શોના તાજેતરના એપિસોડમાં, એવું જાેવામાં આવ્યું હતું કે જ્યારે અંકિતા લોખંડેએ અભિષેક કુમાર સાથે વિકી જૈનની દલીલમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનક ગુસ્સામાં વિકીએ અંકિતાને થપ્પડ મારવા માટે તેના પર હાથ ઉપાડ્યો.

વિકીની આ ક્રિયા જાેઈને અંકિતા પણ ચોકી ગઈ. પરંતુ તરત જ મામલો સંભાળતા વિકીએ હાથ નીચે મુકી બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો.

આ વીડિયો જાેઈ દર્શકો ચોંકી ગયા છે. આ આખી ઘટના અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીની સામે બની અને બંનેએ તરત જ વિકી સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે વિકીએ અંકિતા પર હાથ ઉપાડીને મોટી ભૂલ કરી છે.

અભિષેક કુમાર વારંવાર કહેતો રહ્યો કે વિકીએ અંકિતાને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. પણ અંકિતા આ વાત નેશનલ ટીવી પર સ્વીકારવા બિલકુલ તૈયાર નહોતી. ખરેખર, બિગ બોસના ઘરમાં દરેક રૂમમાં દસથી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે.

કેટલીકવાર કેમેરાના એક એંગલથી બતાવેલ ફૂટેજ ખોટી રીતે દેખાઈ શકે છે. જાે કે, આ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે વિકી ગુસ્સામાં છે અને તે અંકિતા તરફ ઝૂકી રહ્યો છે અને હાથ ઉઠાવી રહ્યો છે, અભિનેત્રી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મામલો અહીં પૂરો નથી થયો. વિકી જૈનના આ વલણને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.

લોકોએ વિક્કીને જાેરદાર ટ્રોલ કર્યો. એક યુઝરે કહ્યું, “આ ખૂબ જ અસંસ્કારી કૃત્ય છે. મને અંકિતા માટે ખરાબ લાગે છે. તેણે આવા માણસને છોડી દેવો જાેઈએ. વિકી અંકિતાને થપ્પડ મારવા જતો હતો.

એકે કહ્યું, “તેથી સ્પષ્ટ છે કે વિકી જૈને અંકિતાને મારવાનો પ્રયાસ કર્યો હતો. અરુણ અને અભિષેક સાચા હતા.” એક યુઝરે લખ્યું, “આ ઘૃણાસ્પદ છે. વિકીએ અંકિતાને લગભગ થપ્પડ મારવા જ જઈ રહ્યો હતો. તે બેશરમ છે. વિકી તેની પત્નીનું સન્માન કરી શકતો નથી. તે નેશનલ ટીવી પર ગુંડાગીરી પણ કરી રહ્યો છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.