ડિંડોલી વિસ્તારમાં વર્ષના છેલ્લે દિવસે ખૂની ખેલ ખેલાયો
ડિંડોલી, સુરતમાં હત્યાના બનાવો અટકાવનું નામ નથી લેતા, જાણે હત્યા કરવીએ અસામાજિક તત્વો માટે સામાન્ય વાત બની ગઈ હોય તે રીતે ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારના નવાગામ રેલવે પટરી નજીક એક રાજા નામના યુવક પર પાંચથી છ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો .હુમલાખોર આવીને તરત યુવક પર તૂટી પડયા હતા. બાદમાં હુમલાખોરો ભાગી ગયા હતા.
મરનાર યુવકનું નામ રાજા મારવાડી સામે આવ્યું હતુ જે માત્ર ૨૨ વર્ષનો છે અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નજીવી બાબતની બોલાચાલી અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરીને મોતને ઘટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં, મારી રિક્ષા કેમ રોકવામાં આવી તેવું કહીને હુમલાખોરોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.
હાલ તો ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની અટકાત કરાઈ છે. જાેકે, અત્યારની ઘટનાને લઈને પોલીસ દોડતી થવા પામી હતી. કારણ કે, નવા વર્ષના પહેલા દિવસે અત્યારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.
જાેકે પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. SS3SS