Western Times News

Gujarati News

કોંગ્રેસને અભિયાન હેઠળ ૩ દિવસમાં ૧૫ કરોડનું દાન મળ્યું

નવી દિલ્હી, કોંગ્રેસે લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. લગભગ ૩૧ દિવસ એટલે કે એક મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને ૧૫ કરોડ રૂ.નું દાન મળ્યું છે. કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે પાર્ટીએ ૧૮ ડિસેમ્બરે અભિયાનની શરૂઆત કરી હતી અને આજે તેનો ૩૧મો દિવસ છે.

અમે અત્યાર સુધી આ અભિયાન હેઠળ ૧૫ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે કેમ કે અમારા અભિયાનને ૩૧ દિવસ પૂરાં થઇ ગયા છે.

અમને ૩ લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી ૧૫ કરોડ રૂ. મળ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ડોનેટ ફોર દેશ નામે ૧૮ ડિસેમ્બરે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે પહેલા દિવસે પાર્ટીને ૧.૩૮ લાખ રૂ. દાન પણ કર્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ્ય ચાલુ વર્ષે યોજનાર લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે સંસાધનો એકઠા કરવાનો છે.

યુપીમાં કોંગ્રેસને આજ સુધીના ડેટા અનુસાર ૭૫,૮૮,૬૭૪ રૂપિયા અને ઉત્તરાખંડથી ૧૨,૩૨,૪૨૨ રૂપિયા દાન મળ્યા હતા. કોંગ્રેસને જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ડોનેશન મળ્યું છે તેમાં યુપી સાતમા અને ઉત્તરાખંડ ૨૦મા ક્રમે છે. કોંગ્રેસની વેબસાઈટ ર્ઙ્ઘહટ્ઠંીૈહષ્ઠ.હીં અનુસાર શુક્રવારે સવારે ૦૫ઃ૦૪ વાગ્યા સુધી કોંગ્રેસને ૧૫ કરોડ ૪૨ લાખ ૭૦ હજાર ૫૯૬ રૂપિયા દાનમાં મળ્યા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.