નવી ફિલ્મમાં હવે આદિત્ય અને દિશાની જોડી ચમકશે
મુંબઇ, મોહિત સુરી ફરી એકવાર નવી ફિલ્મ બનાવી ચુક્યા છે. જેમાં આદિત્ય અને દિશા નજરે પડનાર છે. આ ફિલ્મ સાતમી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરાશે. મંલગ નામની આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ છે. જેમાં રાધે ફિલ્મનો પણ સમાવેશ થાય છે. જે સલમાન ખાન સાથેની ફિલ્મ છે. આ ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ ૨૨મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મોહિત સુરીની મલંગ નવી એક્શન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને દિશા પટણીની જોડી કામ કરનાર છે.
દિશા અને આદિત્યની જોડી અગાઉ ક્યારેય સાથે દેખાઇ નથી. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ વારંવાર સોશિયલ મિડિયા પર મુકીને ચર્ચતામાં રહેનાર દિશા હવે ફરી એકવાર વધુ પ્રોજેક્ટ મેળવી રહી છે. તેની પાસે હાલમાં કેટલાક મોટા પ્રોજેક્ટ રહેલા છે. જેમાં સલમાન ખાનની ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સલમાન અને કેટરીના કેફની સાથે દિશા પણ કામ કરી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મોહિત સુરી પહેલા પણ ૨૦૧૩માં સાથે કામ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં આદિત્ય રોય કપુર અને શ્રદ્ધા કપુરને લઇને મોહિત સુરીએ આંશિકી-૨ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ થયા હતા.
જો કે આદિત્ય રોય કપુર ત્યારબાદથી સતત ચર્ચામાં રહ્યો નથી. તેની કોઇ અન્ય ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતા હાંસલ કરી શકી નથી. હવે મોહિત સુરીની મોટી ફિલ્મ મળતા આદિત્ય આશાવાદી છે. તેની કેરિયરમાં તેજી આવી શકે છે. ફિલ્મમાં પહેલા કૃતિ સનુનને લેવાની વાત કરવામાં આવી હતી. જો કે છેલ્લી ઘડીએ દિશાને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે.