Western Times News

Gujarati News

દારૂબંધીના ધજાગરાઃ ગોધરા સેવા સદન કચેરીના પાર્કિગમાં દારૂની ખાલી બોટલો મળી આવી

(પ્રતિનિધિ)ગોધરા,  ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ગોધરા કલેકટર કચેરીમાં જ દારૂબંધીના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગોધરા કલેકટર કચેરી કંપાઉન્ડ માં આવેલ ર્પાકિંગમાં કન્ડમ પડેલી રહેલી સરકારી ગાડી નજીક થી દારૂની ખાલી બોટલો અને બિયર ના ટીન મળી આવતા દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ર્પાકિંગ માં મુકવામાં આવેલી કન્ડમ ગાડીમાં બેસી કેટલાક દારૂ રસીયાઓ રાત્રી દરમ્યાન પાર્ટી કરતા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ કલેકટર કચેરીમાં રાત્રી દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોવા છતાં દારૂ પાર્ટી થતી હોવાના સંકેતો મળી રહ્યા છે જેને લઈ રાત્રી દરમિયાન ફરજ બજાવતા સિક્યુરિટી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે

કંડમ પડી રહેલી સરકારી ગાડી ની તપાસ કરાતા અંદર પણ આગળ પાછળ પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ખાલી ગ્લાસ જોવા મળ્યા હતા લાંબા સમયથી દારૂના રસિયાઓ આ સરકારી કન્ડમ ગાડીમાં રાત્રી દરમિયાન દારૂની પાર્ટી કરવા ટેવાયેલા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા.

હતા ત્યારે અહીંયા સવાલ એ થાય કે આ દારૂની પાર્ટીઓ કરે છે કોણ થાય છે ક્યારે? તે તો તપાસનો વિષય છે આ સમગ્ર મામલે તપાસ થશે કે પછી સરકારી કાર્યવાહી મુજબ ભીનું જ સંકેલી દેવામાં આવશે તે જોવું રહ્યું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.