બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારાઇ
સલમાન ખાનના જીવને પણ ખતરો?
સોશિયલ મીડિયા પર સલમાન ખાનના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જેમાં સલમાન ખાન ટાઇટ સિક્યુરિટી વચ્ચે જોવા મળી રહ્યો છે
મુંબઈ,
બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેન્ગે સ્વીકારી છે. બિશ્નોઇ ગેન્ગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પણ થોડા સમય પહેલા ધમકી આપી હતી અને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું. બિશ્નોઇ ગેન્ગે સોશિયલ મીડિયા પોસ્ટ કરતા લખ્યુ કે, જે પણ વ્યક્તિ સલમાન ખાન અને દાઉદ સાથે જે પણ લોકો જોડાયેલા તેમને છોડવામાં નહીં આવે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી છે.બાબા સિદ્દીકી માત્ર રાજકારણ જ નહીં પણ તે બોલિવૂડ સ્ટાર્સની પણ ખૂબ નજીક હતા.
સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત આખું બોલિવૂડ તેમની ઇફ્તાર પાર્ટીમાં સામેલ થતું હતું.સલમાન ખાન અને શાહરૂખ વચ્ચેના અણબનાવને પણ તેમને જ સમાપ્ત કર્યાે હતો. હવે એવામાં જેવા જ બાબા સિદ્દીકીના મોતના સમાચાર બોલિવૂડને મળ્યા તો તમામ પોતાનું કામ છોડીને લીલાવતી હાસ્પિટલ પહોંચી ગયા હતા. સલમાન ખાને ‘બિગબોસ ૧૮’નું શૂટિંગ અધવચ્ચે જ રોકી દીધુ હતુ પરંતુ આ વચ્ચે તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી અને તેમને હોસ્પિટલ ના આવવાની સલાહ આપવામાં આવી હતી. સલમાન ખાન ટાઇટ સિક્યુરિટી વચ્ચે જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સલમાન ખાનના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જેમાં સલમાન ખાન ટાઇટ સિક્યુરિટી વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક્ટરને હોસ્પિટલ જતો જોઇ શકાય છે. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ સલમાન ખાન પર હુમલા થઇ ચુક્યા છે અને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સલમાનને કેટલીક વખત ધમકી પણ આપી ચુક્યુ છે.ss1