Western Times News

Gujarati News

અમેરિકન સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ, ત્રણના મોત

પ્રતિકાત્મક

આઠ ઘાયલ ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા

આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી

વોશિગ્ટન,જેઓને વેસ્ટર્ન નોવેલ્સ વાંચવાનો શોખ હશે, તેઓએ ‘’સન-ડાઉન જીમ‘’ પોકેટ બુકમાં વાંચ્યું હશે. ટેક્ષાસ વ્હેર મેન કુડ સર્વાવ, બાય રાઇડીંગ ફાસ્ટ એન્ડ શૂટિંગ ફાસ્ટર. આમ અમેરિકાનાં સમવાયતંત્રની સ્થાપના પછી હજી સમવાય તંત્રીય પ્રમુખ સત્તા ખરા અર્થમાં (ડી-ફેક્ટો) પ્રસરી ન હતી. ત્યારથી અમેરિકાનાં લોહીમાં જ ‘’ગન-કલ્ચર’’ ચાલી રહ્યું છે. જો બાયડેને તે નાથવા કાનૂન ઘડવા પ્રયત્નો કર્યા પરંતુ, બંદૂકના વ્યાપારીઓના ઉગ્ર વિરોધ સામે તેમનું ચાલ્યું નહીં. તેથી તો આપણે લગભગ દર સપ્તાહે અમેરિકામાં ગન-ફાઈટના સમાચારો વાંચીએ છીએ.

આવી જ એક ઘટના તાજેતરમાં માત્ર ૧૬૦૦૦ની વસ્તી ધરાવતાં લેક્ષીન્ગટનમાં બની હતી. શહેરથી ત્રણેક કિ.મી. જ દૂર એક ફૂટબોલ ગેઈમમાં શહેરના વિદ્યાર્થીઓએ મેળવેલા વિજયની ઉજવણી કરવા એકઠા થયેલા ૨૦૦થી ૩૦૦ માણસો ઉપર બે બંદૂકધારીઓએ ઓચિંતા ગોળીબાર શરૂ કરતાં ૧૯ વર્ષના બે યુવાનો અને એક ૨૫ વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. આઠેકને ઈજાઓ થઈ હતી.

આ સાથે નાસભાગ શરૂ થઈ હતી.આ માહિતી આપતાં હોમ્સકાઉન્ટીના શેરીફ વીવી માર્ચે કહ્યું હતું કે વાસ્તવમાં શનિવારે સવારે લેક્ષીન્ટનથી ૩ કી.મી. દૂર આવેલી ફૂટબોલ મેચમાં શહેરની ફૂટબોલ ટીમ વિજયી થતાં તેને સહર્ષ આવકારવા ૨૦૦થી ૩૦૦ માણસો એકત્રિત થયા હતા ત્યાં બે બંદૂકધારીઓએ ઓચિંતી ગોળીબાર શરૂ કરતાં બે ૧૯ વર્ષના અને એક ૨૫ વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું અન્ય ૮ને ઈજાઓ થઈ હતી. તે પછી ભારે નાસભાગ પણ થઈ હતી. આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.