Western Times News

Gujarati News

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડતાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ

(એજન્સી)અમદાવાદ,
શહેરોમાં ઠેર – ઠેર જાહેરાત માટે હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. જો કે કેટલીક વાર બેદરકારીના કારણે આ હોર્ડિંગ પડવાના કારણે દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પાસે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં ભારે પવન ન હોવા છતા હોર્ડીંગ બોર્ડ તૂટી પડતા એક જ પરિવારના ૩ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.

લોખંડનું ભારે અને વીશાળ હોર્ડિંગ પડતા બાળક સહિત અન્ય ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક ધોરણે એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે શહેરમાં ઠેર – ઠેર એએમસી દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ પણ કેટલીક વખત સાઈન બોર્ડ ખડકી દેવામાં આવતા હોય છે. આ તરફ એજન્સીઓ અને એએમસીના અધિકારીઓની મિલીભગત હોવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. આ અગાઉ ભારે વરસાદના કારણે મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટના બની હતી છતા પણ તંત્ર બેદરકાર હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.