ઉંટ પર સવારીના 1158 રૂ. ચૂકવ્યાઃ વીડીયોને ૩૦ લાખ વ્યુઝ મળ્યા
દુબઈમાં રણમાં મહિલાએ ઉબેરને ફોન કરી ઉંટ મગાવ્યો અને આવી પણ ગયો !-સોશિયલ મીડીયામાં છવાયો વીડીયોઃયુઝર્સે પુછયું શું ઉંટે નંબર પ્લેટ પણ પહેરી હતી ?
(એજન્સી)દુબઈ, દુબઈના રણમાં ફરી રહેલી મહીલા કંઈક એવું કરે, જેથી તેનો વીડીયો ઈન્ડરનેટ પર છવાઈ જાયય છે. ઉબેરથી તમે વાહન મગાવી શકો પણ રણમાં ઉટ મગાવી શકો ? પણ પ્રસ્તુત વીડીયોમાં મહીલા ઉબેરથી ૈઉટ મંગાવે છે. અને ઉટ હાજર પણ થઈ જાય છે !
પીઠ ઉંચે ઉટ કી કે પુંછ ઉંચી ઉંટ કી…’ આ એઅક ફેમસ ટંગ ટવીસ્ટર છે. જેને કયારે આપે ના તો જોયું હશે કે સાંભળ્યું હશે. યુઝર્સે આ વાત પર જરાપણ વિશ્વાસ નથી કરી રહયો કે ભલા રણમાં કેવી રીતે કેબ સર્વીસ આપવામાં આવી શકે પરંતુ વીડીયોના અંતમાં જ કંઈ થાય છે તે દરેકને ચોકાવી દે છે.
આ વીડીયોમાં મહીલા પોતાનો ફોન દેખાડે છે. જેમાં તેણે ઉબેરમાં એક ઉંટની રાઈડ બુક કરાવી, લગભગ ર૦ સેકન્ડ બાદ વીડીયોમાં ઉટની એન્ટ્રી થાય છે. મહીલાને ઉબેરથી બુક થયેલો ઉંટ સામે જોઈને વિશ્વાસ નથી આવતો.. તેના ચહેરાના હાવભાવ બીલકુલ શોકડ છે. અને તે ઉટ લઈને આવેલ વ્યકિતનું અભીવાદન કરે છે. ઉટના માલીક સાથે થોડી વાત કરી મહીલા ઉટની પીઠ પર બેસી જાય છે.
અને રણમાં રવાના થાય છે. મહીલાએ આ ઉંટ સવારી માટે પ૦-૬૧ દીરહામ લગભગ ૧૧પ૮ રૂપિયા ચુકવ્યા હોય છે. અત્યાર સુધીમાં આ વીડીયોને ૩૦ લાખ વ્યુઝ મળ્યા છે. ૯ર હજાર યુઝર્સે લાઈક કર્યો છે. આ વીડીયો જોઈ કેટલાક યુઝર્સે સવાલો કર્યા હતા કે શું ઉંટ નંબર પ્લેટ પહેરી હતી ? લોકોએ આવા અજબ ગજબ અને સવાલો કર્યા છે.