Western Times News

Gujarati News

સાબરડેરીમાં ચૂંટાઈ આવેલા ચેરમેન શામળભાઈ બી. પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરાયું

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘની કારોબારીની મિટિંગ અરવલ્લી સહકારી સંઘ મોડાસા ખાતે મળી હતી જેમાં તાજેતરમાં સાબરડેરીમાં ચૂંટાઈ આવેલા ચેરમેન અને મિલ્ક ફેડરેશનના ચેરમેન શામળભાઈ બી.પટેલનું બુકે અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે આ ફળ અને શાકભાજી સંઘના ડિટેક્ટર અને સા કા બેંકના અને જિલ્લા સહકારી સંઘના વાઈસ ચેરમેન ભીખાજી ડામોર. સાબરડેરીના ડિરેક્ટર,
જિલ્લા ફળફળાદી સંઘ અને અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શામળભાઈ એમ.પટેલ ,જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,ફળ અને શાકભાજી સંઘના ડિરેક્ટર અને સાબરડેરીના ડિરેક્ટર સુભાષભાઈ પટેલ

સહિત ફળ અને શાકભાજી સંઘના ડિરેક્ટરો અને ગુજરાત સ્ટેટ ફ્રૂટ અને વેજીટેબલ ફેડરેશન લી .ના સીઈઓ પ્રકાશભાઈ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના આસી જનરલ મેનેજર ભાનુંભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.