Western Times News

Gujarati News

ખેતરમા સંતાડી રાખેલો દારૂના જથ્થાને એક્ટીવાથી સગેવગે કરવાની તૈયારીમાં હતો શખ્સ

ભરૂચના ઢુંઢા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એલસીબીએ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે રહેતો નરેન્દ્ર ઉર્ફે નંદો પુનમ વસાવા નાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમા સંતાડી રાખેલ છે અને એક્ટીવા ગાડીથી મુદામાલ સગેવગે કરવાની તૈયારીમાં છે.

જે મળેલ બાતમી આધારે ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે નરેન્દ્ર ઉર્ફે નંદા વસાવાના ઘરની ખાત્રી કરી ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા ઘરની પાછળના ભાગે આવેલ ખેતર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર નંગ ૯૫૬ કિંમત રૂપિયા ૨ લાખ ૫૭ હજાર ૮૮૦ તથા એક્ટીવા ગાડી કિંમત રૂ.૫૦ હજાર તથા

મોબાઈલ નંગ ૦૧ કી.રૂ. ૫ હજર મળી કુલ કી.રૂ.૩ લાખ ૧૨ હજાર ૮૮૦ ના મુદ્દામાલ સાથે નરેન્દ્ર ઉર્ફે નંદો પુનમ વસાવા ઉ.વ.૨૮ રહે, ઢુંઢા, ટેકરા ફળીયુ તા.ઝઘડિયા જી.ભરૂચ નાઓને ઝડપી પાડી બે ઈસમો રણજીત મફત વસાવા રહે,નાના પાટણા ગામ તા.નાંદોદ જી.નર્મદા તેમજ દીનેશ શાંતીલાલ વસાવા રહે,ચીત્રોલ તા.નાંદોદ જી.નર્મદા વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એકટ તથા ભારતીય ન્યાય સંહીતાની સંલગ્ન કલમો મુજબ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.