ફોર્ચ્યુન ફૂડ્સે ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસના ટોચના 25 વિજેતાઓ જાહેર કર્યા,

અમદાવાદ ખાતે મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટમાં તેમને સન્માનિત કર્યા
· વિજેતાઓને ફોર્ચ્યુન ફૂડ્સ સાથે કન્ટેન્ટ કોલાબરેશનની તકો આપવામાં આવી
· માસ્ટરક્લાસે મહત્વાકાંક્ષી કલીનરી ઇન્ફ્લુએન્સર્સને સર્વાંગી રીતે શીખવાનો અનુભવ પૂરો પાડ્યો
Ahmedabad, 3 જૂન, 2025, એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડ (અગાઉ અદાણી વિલ્મર લિમિટેડ તરીકે ઓળખાતી) ની ફ્લેગશિપ બ્રાન્ડ ફોર્ચ્યુન ફૂડ્સે આ વર્ષે 10મી ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરાયેલું તેનું પ્રથમ ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસ ડિજિટલ કેમ્પેઇનના ટોચના 25 વિજેતાઓ માટે સ્પેશિયલ મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટ સાથે તેની 25 વર્ષની ઊજવણી ચાલુ રાખી હતી.
આ કેમ્પેઇનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો અને ભારતભરના રાંધણકળા ક્ષેત્રના મહત્વાકાંક્ષી કન્ટેન્ટ ક્રિએટર્સ તરફથી 50,000થી વધુ રજિસ્ટ્રેશન્સ થયા હતા. અમદાવાદમાં યોજાયેલા આ સન્માન સમારંભમાં ટોચના 25 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ફોર્ચ્યુન ફૂડ્સ સાથે વિજેતા દીઠ રૂ. 2 લાખ સુધીના મૂલ્યની કન્ટેન્ટ કોલાબરેશન તકો આપવામાં આવી હતી.
ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસે ભાગ લેનારાઓને નિષ્ણાંતોના માર્ગદર્શનમાં તાલીમ, આવશ્યક સાધનો અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જેથી તેઓ રાંધણકળાની તેમની પ્રતિભા દર્શાવી શકે. તેમને ફોર્બ્સ ટોપ 100 ડિજિટલ સ્ટાર અને પાંચ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી મેઘનાઝ ફૂડ મેજિકની મેઘના કામદાર, લોસ્ટ એન્ડ હંગ્રી સ્ટુડિયોઝના ક્રિએટિવ વિનાયક ગ્રોવાર તથા Influencer.in ની ઇન્ફ્લુએન્સર મેનેજર નિમિષા રાવ જેવા જાણીતા ફૂડ ઇન્ફ્લુએન્સર્સ પાસેથી મૂલ્યવાન આંતરદ્રષ્ટિ મેળવવાની તક મળી હતી.
લગભગ ચાર મહિના સુધી ચાલેલી વિવિધ સ્તરની મૂલ્યાંકન પ્રક્રિયા પછી બ્રાન્ડે તેમના પ્રથમ અસાઇનમેન્ટ પછી ટોચના 25 કલીનરી ક્રિએટર્સને પસંદ કર્યા હતા. તમામ અસાઇનમેન્ટ્સને માસ્ટરશેફ વિજેતાઓ અને સ્પર્ધકો સહિતની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. દરેક એન્ટ્રીને ચકાસવા માટેના માપદંડોમાં રેસિપિની ક્રિએટિવિટી, વાર્તા રજૂ કરવાની સંભાવના, આધુનિક કુશળતા, વીડિયો એડિટિંગ, પ્લેટિંગ એસ્થેટિક્સ અને એનિમેશનના ઉપયોગ જેવી બાબતો સમાવિષ્ટ હતી. તેના પછી યોજાયેલા રાઉન્ડ્સમાં ટોચના 25 સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા જેમને મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટમાં સન્માનિત કરવામાં આવ્યા.
ગ્રાન્ડ ફિનાલેમાં આકર્ષક ઊજવણી કરવામાં આવી હતી જેનો પ્રારંભ મનોરંજક રમતો અને પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવ્યો હતો. મેઘના કામદારે એક સ્પેશિયલ પ્લેટિંગ ડેમો આપ્યો હતો અને ઉદ્યોગ સ્તરનું જ્ઞાન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘The Ingredients of a Great Food Content Creator’ શીર્ષક હેઠળની ફાયરસાઇડ ચેટ હતી. આ ચેટમાં ઇન્ફ્લુએન્સરના પક્ષે મેઘના કામદાર, બ્રાન્ડના પક્ષેથી એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગ જોઇન્ટ પ્રેસિડેન્ટ મુકેશ મિશ્રા તથા ડિજિટલ એજન્સીના પક્ષેથી સોશિયલ બીટના સહ-સ્થાપક સુનીલ ચાવલાએ વિવિધ પરિપ્રેક્ષ્યો રજૂ કર્યા હતા અને ઉપસ્થિત લોકોને તેમના વિચારોથી પ્રભાવિત કર્યા હતા.
નિષ્ણાંતોએ પ્રકાશ પાડ્યો હતો કે મીડિયા લેન્ડસ્કેપ ટીવી અને પ્રિન્ટ જેવી પરંપરાગત ચેનલોથી ડાયનેમિક, ડિજિટલ-ફર્સ્ટ પ્લેટફોર્મ પર કેવી રીતે વળ્યું છે જ્યાં અધિકૃત રીતે વાર્તા કહેવાનું અને વાસ્તવિક સમયની ભાગીદારી સૌથી વધુ મહત્વની છે. તેમણે દરેક દર્શકની યાત્રાને સમજવા, વાસ્તવિક લાગે તેવું કન્ટેન્ટ તૈયાર કરવા અને વિશ્વાસ બનાવવા માટે ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી.
વાતચીતનો એક મહત્વપૂર્ણ ભાગ ફોર્ચ્યુનની આ ટ્રેન્ડ્સથી આગળ રહેવાની પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત હતો. બ્રાન્ડ ન કેવળ નવી ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે અનુકૂલન સાધી રહી છે પરંતુ તે તેને સક્રિયપણે આકાર પણ આપી રહી છે. ફોર્ચ્યુને આ કેમ્પેઇનની શરૂઆત એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરી હતી: આજના કન્ટેન્ટ આધારિત વિશ્વમાં તેમની કુશળતાને નિખારવા અને વિકાસ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને ભોજન માટે ઉત્સાહી હોય તેવા લોકોનો સમૃદ્ધ સમુદાય બનાવવો. આ પહેલ પ્લેટિંગ અને સ્ક્રીપ્ટિંગથી લઈને વીડિયો એડિટિંગ અને એનિમેશન સુધીના તમામ સ્તરે ક્રિએટર્સને માર્ગદર્શન આપવા માટે બનાવવામાં આવી છે. તે તેમને માઇક્રો-ઓડિયન્સ સાથે ઊંડાણપૂર્વક જોડાતી આકર્ષક વાર્તાઓ કહેવા માટે સશક્ત બનાવે છે.
આ અંગે એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના જોઇન્ટ પ્રેસિડેન્ટ શ્રી મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ફોર્ચ્યુનમાં અમે હંમેશા માનીએ છીએ કે ક્રિએટર પાર્ટનરશિપ સરળ પ્રમોશનથી આગળ વધવી જોઈએ. તે શિક્ષણ, સશક્તિકરણ અને સમુદાય નિર્માણ માટે અર્થપૂર્ણ સાધન બની રહેવી જોઈએ. આ માન્યતા ‘ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસ’ દ્વારા જીવંત થઈ હતી, જે અમારા 25 વર્ષની ઊજવણીના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી. અમે આ સિદ્ધિ મેળવી છે ત્યારે અમે એવું કંઈક કરવા માંગતા હતા જે ન કેવળ એક વિશ્વસનીય ઘરેલુ બ્રાન્ડ તરીકેની અમારી સફરને સન્માનિત કરે પરંતુ સમગ્ર ભારતમાં પ્રતિભાને પોષવાની અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે.
માસ્ટરક્લાસ પાછળની પ્રેરણા સરળ છતાં શક્તિશાળી હતી: અમે દેશભરમાં રાંધણકળા ક્ષેત્રની અદ્વિતીય પ્રતિભાઓ જોઈ હતી, ખાસ કરીને ગૃહિણીઓ અને ભોજનનો શોખ ધરાવનારાઓમાં, જેમને ડિજિટલ સ્પેસમાં વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને સમર્થનની જરૂર હતી. આ પહેલ દ્વારા, અમે તેમને આકર્ષક ડિજિટલ ક્રિએટર્સ બનવા માટે કુશળતા, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ પૂરો પાડવાનું નક્કી કર્યું. તેમના પરિવર્તનને જોવાનો લ્હાવો અદ્ભુત રહ્યો.
અમે તેમને આગળ વધતા, નિર્ભયતાથી પ્રયોગ કરતા અને દેશભરના પ્રેક્ષકો સાથે પડઘો પાડે તેવી પોતાની વાર્તા રજૂ કરવાની રીતભાત વિકસાવતા જોયા હતા. રાંધણકળાની વાર્તા રજૂ કરનારાઓની આ આગામી પેઢીની લગોલગ ઊભા રહેવાનો અમને ગર્વ છે અને તેઓ ફોર્ચ્યુન સાથે રસોઈના આનંદની ઊજવણી કેવી રીતે ચાલુ રાખે છે તે જોવા માટે અમે આતુર છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
ઉત્તર પ્રદેશના કાનપુરના હર્ષિકા લાલવાણીએ પોતાની સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે જ્યારે મેં ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે હું ફક્ત એક શાંત જુસ્સાને અનુસરી રહી હતી. હું એકવાર મારા માટે કંઈક કરવા માંગતી હતી. એક ગૃહિણી તરીકે, મેં હંમેશા મારા પરિવારમાં મારી જાતને રેડી દીધી છે, બીજા બધાને પ્રથમ રાખ્યા છે. મારા સપના હંમેશા બેકગ્રાઉન્ડમાં જ રહ્યા હતા.
પણ પછી મને ટોચના 25 વિજેતાઓમાં પસંદ કરવામાં આવી અને બધું બદલાઈ ગયું. મારા પરિવારને ખબર પડી તે ક્ષણ હું ક્યારેય ભૂલીશ નહીં. તેમણે કહ્યું હતું કે “અમને તમારા પર ગર્વ છે”. ફક્ત જીત માટે નહીં, પરંતુ હું જે વ્યક્તિ બની ગઈ હતી તેના માટે. અને તે ક્ષણે મને કંઈક એવું લાગ્યું જે મેં લાંબા સમયથી અનુભવ્યું ન હતું અને તે હતું મને મળેલી માન્યતા. મને આદર મળ્યો, મારી કદર થઈ. આ મારા માટે માત્ર એક સ્પર્ધા નહોતી. હું બધાથી મુઠ્ઠીઉચેરી સાબિત થઈ. એટલા માટે નહીં કે તેમણે મને માન આપ્યું, પણ એટલા માટે કે મેં આખરે મારી જાતને માન આપ્યું.
મહારાષ્ટ્રના બલદાણાના સ્નેહલ કુલકર્ણીએ આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયા માટે ફૂડ કન્ટેન્ટ બનાવતી હતી તેને મારા પિતા ફક્ત એક શોખ તરીકે જોતા હતા. પણ પછી હું ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસના ટોચના 25 વિજેતાઓમાંની એક બની. તે ક્ષણે અમારા બંને માટે બધું જ બદલી નાખ્યું. હવે તેઓ મારા જુસ્સાને એક માર્ગ તરીકે જુએ છે, ફક્ત એક શોખ તરીકે નહીં અને મને પ્રોત્સાહન આપે છે. આ બધું ફોર્ચ્યુન તરફથી મળેલી આ તકને કારણે છે.
ફોર્ચ્યુન ઇન્ફ્લુએન્સર માસ્ટરક્લાસે ન કેવળ અસાધારણ પ્રતિભાઓ શોધી કાઢી છે પરંતુ ઘરેલુ કલીનરી ઇન્ફ્લુએન્સર્સની નવી પેઢીનો પાયો પણ નાંખ્યો છે અને તેમને સાધનો, વિઝિબિલિટી અને તેમની કુશળતા દર્શાવવા માટે સહાય કરે તેવા બ્રાન્ડ પ્લેટફોર્મથી સશક્ત બનાવવામાં આવ્યા છે.