ઓસી. ક્રિકેટર ગ્લેન મેક્સવેલે વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી

ટી૨૦માં રમવાનું જારી રાખીશઃ મેક્સવેલ
૩૬ વર્ષીય ગ્લેન મેક્સવેલ આક્રમક બેટ્સમેન રહ્યો છે પરંતુ મોટા ભાગે તેને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો
મેલબોર્ન,ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે સોમવારે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તે હવે માત્ર ટી૨૦ ક્રિકેટમાં ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે કેમ કે આવતા વર્ષે તે ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા માગે છે. આમ ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે તેણે વન-ડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.સોમવારે આ જાહેરાત કરતાં ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે તે માત્ર પોતાના સ્વાર્થ માટે રમવાનું જારી રાખવા માગતો નથી કેમ કે હાલમાં તેનું શરીર લાંબા સમય સુધી રમવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.૩૬ વર્ષીય ગ્લેન મેક્સવેલ આક્રમક બેટ્સમેન રહ્યો છે પરંતુ મોટા ભાગે તેને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. આમ છતાં તે ઓસ્ટ્રેલિયા માટે ૧૪૯ વન-ડે રમ્યો હતો જેમાં તેણે ૩૯૯૦ રન ફટકાર્યા હતા.
તેની કારકિર્દીમાં ગ્લેન મેક્સવેલે વન-ડે ક્રિકેટ ઇતિહાસની સર્વશ્રેષ્ઠ પૈકીની એક ઇનિંગ્સ રમી હતી.૨૦૨૩ના વર્લ્ડ કપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં ૨૯૨ રનના ટારગેટ સામે રમતાં ઓસ્ટ્રેલિયાએ ૯૧ રનમાં સાત વિકેટ ગુમાવી દીધા બાદ મેક્સવેલે તોફાની બેટિંગ કરીને અણનમ બેવડી સદી ફટકારવાની સાથે ટીમને વિજય અપાવ્યો હતો. આ વિજયની મદદથી પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન ટીમે આગેકૂચ કરી હતી અને અંતે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે ૧૨૮ બોલમાં ૨૦૧ રન ફટકાર્યા હતા.ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે મને લાગે છે કે મારું શરીર યોગ્ય રીતે સપોર્ટ કરી રહ્યું નહીં હોવાને કારણે મારા પ્રદર્શનથી હું મારી ટીમ માટે અપેક્ષિત રમત દાખવી રહ્યો નથી. આમ મારા અંગત સ્વાર્થ માટે હું મારી કારકિર્દી આગળ ધપાવવા માગતો નથી.અમે ૨૦૨૭ના વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે મેં તેમને કહી દીધું છે કે મને નથી લાગતું કે હું ત્યાં સુધી રમી શકું તેમ મેક્સવેલે ઉમેર્યું હતું.
મેક્સવેલ તાજેતરમાં જ આઇપીએલમાં રમીને પરત ફર્યાે છે જ્યાં તે પંજાબ કિંગ્સ માટે રમતો હતો પરંતુ તેની આંગળીએ ળેક્ચર થતાં તેને ટુર્નામેન્ટ અધૂરી મૂકીને પરત આવી જવું પડ્યું હતું. મેક્સવેલની ગેરહાજરીમાં પંજાબ કિંગ્સે તેની આગેકૂચ જારી રાખી હતી અને હવે તેની ટીમ મંગળવારે આઇપીએલ ૨૦૨૫ ફાઇનલમાં રમનારી છે.ગ્લેન મેક્સવેલ વન-ડેમાં ૧૨૬નો સ્ટ્રાઇક રેટ ધરાવે છે જે વન-ડે ક્રિકેટનો બીજો સર્વાેચ્ચ સ્ટ્રાઇક રેટ છે. તેની આગળ માત્ર કેરેબિયન આક્રમક બેટ્સમેન આન્દ્રે રસેલ છે. મેક્સવેલે વન-ડેમાં ચાર સદી અને ૨૩ અડધી સદી ફટકારી છે.SS1