Western Times News

Gujarati News

પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ શાહિદ કપૂરની ‘અર્જુન’ સાથે રિલીઝ થશે

બોક્સ ઓફિસ પર પ્રભાસની તહેવારો ન હોવા છતાં એક દિવસે બે ફિલ્મ રિલીઝ કરીને કોણ કોના પર બારે પડશે તેની ચર્ચા

મુંબઈ,પ્રભાસની ‘રાજાસાબ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે તેની અને વિશાલ ભારદ્વાજ તેમજ શાહિદ કપૂરની ફિલ્મ વચ્ચે ૫ ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. આ બંને ફિલ્મ અલગ પ્રકારની છે, તેમજ બોક્સ ઓફિસ પર દર્શકોને બંને ફિલ્મ દર્શકોને અલગ અનુભવ પૂરો પાડશે.મારુતિએ ડિરેક્ટ કરેલી ‘રાજા સાબ’ એક હોરર કમેડી ફિલ્મ છે, જેમાં પ્રભાસ એક ક્યારેય ન જોયો હોય એવા અવતારમાં જોવા મળશે. આ પહેલાં પણ પ્રભાસ ‘સાલાર’, ‘કલકી ૨૮૯૮ એડી’ જેવી સફળ ફિલ્મમાંઅલગ અલગ અવતારમાં જોવા મળ્યો છે. તેના લાર્જર ધેન લાઇફ પાત્રો અને તેના લાખો-કરોડો ફૅન્સના કારણે તેને ડિરેક્ટર્સ મોટી ફિલ્મને પોતાના ખભ્ભા પર ઉપાડી લેવા સક્ષમ માને છે. તેના માટે આ હોરર કોમેડી ફિલ્મનો જોનર નવો છે, જો આ ફિલ્મ સારી બની તો આ ફિલ્મ પણ તેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આજકાલ હોરર કોમેડી ફિલ્મ ઘણી ચાલે છે, ખાસ કરીને હિન્દી બોલતા પ્રદેશોમાં, ‘સ્ત્રી ૨’ અને ‘મૂંજ્યા’ જેવી ફિલ્મ ઘણી ચાલી છે. આ જેનર સાથે પ્રભાસનો સ્ટાર પાવર પણ મળી જશે તો બની શકે કે આ ફિલ્મ સમગ્ર દેશમાં ઘણું મોટું ઓપનિંગ મેળવી શકે. જોકે, હવે દર્શકો ટીઝર કે ટ્રેલર જોઈને જ નક્કી કરતા હોય છે, તેમણે ફિલ્મ જોવી કે નહીં. તો હવે પછીનો આધાર ફિલ્મના ટીઝર અને ટ્રેલર પર હશે. સાથે જ જો સારું પ્રમોશન કરવામાં આવે તો પણ ફિલ્મ મોટી કમાણી કરી શકશે.જ્યારે બીજી તરફ જો શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મની વાત કરવામાં આવે તો તેઓ આ વખતે એક એક્શન ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. આ પહેલાં તો બંને ઘણી લોકપ્રિય અને મજબુત ફિલ્મ આપી ચૂક્યા છે, તેમાં ‘કમિને’ અને ‘હૈદર’ સહીતની ફિલ્મનો સમાવેશ થાય છે. તેમની ફિલ્મ મજબુત અભિનય સાથે અસરકારક વાર્તા માટે જાણીતી છે, જેનો અલગ પ્રસંશક વર્ગ છે.

આ ફિલ્મ હાલ તો ‘અર્જૂન ઉસ્ત્રા’નામ આપ્યું છે, પરંતુ હજુ આ નામ નક્કી નથી. સાથે જ આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીને લેવાતા તે ફિલ્મની ચર્ચા આમ પણ વધી ગઈ છે.વિશાલ ભારદ્વાજની ફિલ્મ ડિરેક્શનની સ્ટાઈલ ઘણી અલગ છે, તેમના ડિરેક્શનમાં શાહિદની એક્ટિંગ પણ અદ્દભુત રીતે ઉભરી આવે છે. તે ઉપરાંત સામાન્ય લોકોને એક્શન ફિલ્મ જોવામાં વધુ રસ પડતો હોય છે. આ પહેલાં પણ રિતીકની ‘બેંગ બેંગ’ સામે ‘હૈદર’ રિલીઝ કરીને તેઓ ટક્કર લઈ ચૂક્યા છે અને છતાં તેમની ફિલ્મ ઘણી સારી ચાલી હતી. ત્યારે હવે આ ટક્કર કેટલી અસરકારક રહે છે અને કોણ કોના પર ભારે પડે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. આ ઉપરાંત પ્રભાસ ‘સ્પિરિટ’માં અને શાહિદ ‘ફર્ઝી ૨’માં પણ જોવા મળશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.