Western Times News

Gujarati News

ટીવીમાં કલાકારો સાથે ઢોર જેવું વર્તન થાય છે : સુરવીન ચાવલા

સુરવીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના અનુભવો જણાવ્યા

તમે કોઈને કામ કરવા બદલ પૈસા આપો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે એમને ખરીદી લીધાં છે ઃ સુરવીન

મુંબઈ,સુરવીન ચાવલા એક એવી એક્ટ્રેસ છે, જેણે ટીવીથી લઇને ફિલ્મ અને વૅબ સિરીઝમાં પણ યાદગાર રોલ કર્યા છે. તાજેતરમાં તેની વૅબ સિરીઝ ‘ક્રિમિનલ જ્સ્ટીસ’ રિલીઝ થઈ છે. ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં ટીવીમાં કામ કરવાની વાસ્તવિકતા વિશે વાત કરી હતી. પોતાની કૅરીઅરના શરૂઆતના દિવસો વિશે વાત કરતાં સુરવીને ખરાબ વાતાવરણ, કલાકાર પ્રત્યે માનની કમી અને અમાનવીય વર્તન અંગેના પોતાના અનુભવોની ખુલીને વાત કરી હતી.સુરવીને પોતાની કિરકિર્દીની શરૂઆત ‘કહીં તો હોગા’ સીરિયલથી કરી હતી.

બાલાજીની આ સીરિયલમાં એક નવા કલાકાર તરીકે તેણે અનુભવેલા અતિશય દબાણને યાદ કરતાં કહ્યું, “હું અઠવાડિયામાં ચાર દિવસ બાલાજી માટે કામ કરતી હતી. મને એવું લાગતું હતું કે જાણી આખી દુનિયાના આશીર્વાદ મારા પર છે. મને આ ફિલ્ડનો કોઈ અનુભવ નહોતો, લોકો મારી ભાષા અને ઉચ્ચારો પર હસતાં હતાં.”દરરોજ ટીવી શૂટના દબાણ અંગે સુરવીને કહ્યું, “ટીવીમાં, એવું લાગે કે જાણે તમારી સાથે ઢોર જેવું વર્તન થઈ રહ્યું છે, તમારી સાથે ગાય-ભેંસ જેવું વર્તન ય છે. જાણે બધાં કારખાનામાં કામ કરતાં હોય. એક સમય મર્યાદા હોય, તેમાં એપિસોડ બનવા જ જોઈએ. તમારું ત્યાં શું મહત્વ છે? તમે માત્ર ત્યાં કામ કરતું વધુ એક શરીર છો.

તમે તમારા ઘરમાં નથી, તમે એક તંત્રનું માત્ર એક ઉત્પાદન છો.” આ સાથે સુરવીને આ શોમાં કામ કરતી વખતે એક ડિરેક્ટર સાથેના ખરાબ અનુભવો વિશે પણ વાત કરી હતી. સુરવીને કહ્યું, “તેની સાથે કામ કરવામાં ઘણી મહિલાઓને તકલીફ થતી હતી, પરંતુ એ પ્રોડક્શન હાઉસનો મનગમતો માણસ હતો. એવું લાગતું હતું, જાણે અમને દરરોજ કતલખાને મોકલાતાં હોય. જેવું કામ પૂરું થતું, બીજું કશું જ ધ્યાનમાં લેવાતું નહીં, કશું જ સાચું કે ખોટું નહોતું.” સુરવીને એવું પણ કહ્યું કે ત્યાં જે મહિલાઓ ઉપરના હોદ્દા પર હતી એ પણ એવું જ ખરાબ વર્તન કરતી હતી, “આ કમનસીબ ઘટના છે, પરંતુ સાચું છે. મને જેણે સૌથી પહેલાં કામ આપ્યું તેના વિષે આવું કહેવા બદલ કદાચ મારી ટીકા પણ થશે, પરંતુ હું આ બાબતને વખાણતી બિલકુલ નથી. તમે કોઈને કામ કરવા બદલ પૈસા આપો એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે એમને ખરીદી લીધાં છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.