Western Times News

Gujarati News

રામાયણ’ના શૂટિંગમાં રણબીરનો નવો લુક જોઈને ફેન્સ ચોક્યા

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘણા યુઝર્સ તેનો ક્લીન શેવ્ડ લુક પસંદ કરી રહ્યા છે,તો વળી અમુક લખે છે કે તે એનિમલમાંથી બાળક જેવો બની ગયો

મુંબઈ, ‘રામાયણ’ના શૂટિંગ દરમિયાન રણબીર કપૂરનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે એકદમ બાળક જેવો ક્યુટ લાગી રહ્યો છે .રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર પાપારાઝીને મળતો જોવા મળે છે. એટલું જ નહીં, અભિનેતા તેમની સાથે ફોટા પડાવતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે રણબીર કપૂરનો નવો લુક જોવા મળ્યો હતો.બોલીવુડ અભિનેતા રણબીર કપૂર હંમેશા હેડલાઇન્સમાં રહે છે.

રણબીર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્‌સને લઈને સમાચારમાં છે.આ સમયે તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે, જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. આ દરમિયાન, રણબીરનો નવો લુક જોઈને બધા ચોંકી ગયા છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાહકોમાં અભિનેતાનો લુક ચર્ચામાં છે.જેમાં રણબીર સંપૂર્ણપણે ક્લીન શેવ્ડ દેખાય છે. એટલું જ નહીં, તેણે પોતાના વાળ પણ ખૂબ ટૂંકા કાપી નાખ્યા છે. અભિનેતાના આ લુકને જોઈને ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને તેની નવી ફિલ્મનો લુક ગણાવ્યો છે.રણબીર કપૂરનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

જ્યારે ઘણા યુઝર્સ તેનો ક્લીન શેવ્ડ લુક પસંદ કરી રહ્યા છે,તો વળી અમુક લખે છે કે તે એનિમલમાંથી બાળક જેવો બની ગયો. રણબીર કપૂર સંજય લીલા ભણસાલી સાથે એક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘લવ એન્ડ વોર’ છે. આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ તેમાં તેની સાથે છે. ત્રણેય સંજય લીલા ભણસાલી સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. આ ઉપરાંત, તે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રામાયણ’ પણ કરી રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.