PM નરેન્દ્ર મોદીએ ‘X’ પર વિડીયો પોસ્ટ કરી શું કહ્યુ?

file
(એજન્સી) નવી દિલ્હી, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૧૧ વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે શરૂ કરાયેલી જન કલ્યાણકારી યોજનાઓથી મહિલાઓના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિડીયો પોસ્ટ કર્યો છે અને કહ્યું કે, ૧૧ વર્ષમાં આપણી નારી શક્તિની સફળતા દેશવાસીઓ માટે એક મોટી વાત છે જેને લઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉજ્જવલા યોજના હેઠળ લાખો મહિલાઓને મફત ન્ઁય્ કનેક્શન મળ્યા, જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થયો છે.
‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાને લિંગ સમાનતા અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે.
बीते 11 वर्षों में हमारी सरकार की हर योजना के केंद्र में गरीब भाई-बहनों के साथ ही जन-जन का कल्याण सुनिश्चित करना रहा है। उज्ज्वला हो या पीएम आवास, आयुष्मान भारत हो या भारतीय जनऔषधि या फिर पीएम किसान सम्मान निधि, इन सभी योजनाओं ने देशवासियों की उम्मीदों को नए पंख दिए हैं। हमने इस… pic.twitter.com/I4NFsPYBUP
— Narendra Modi (@narendramodi) June 9, 2025
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સ્વરોજગાર માટે મહિલાઓને સરળ લોન આપીને આર્થિક સશક્તિકરણમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે મકાનની માલિકી આપવાથી તેમની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બની છે. આ બધી યોજનાઓથી મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યો છે અને સામાજિક તેમજ આર્થિક તરફનો માર્ગ પણ ખુલી ગયો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓએ એવો યુગ પણ જોયો છે કે જેમાં તેમને દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આજે તેઓ માત્ર વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદારી જ નથી આપી રહી પણ શિક્ષણ અને વ્યવસાયથી લઈને દરેક ક્ષેત્રમાં પ્રેરણા બની રહી છે. છેલ્લા ૧૧ વર્ષોમાં અમારી નારી શક્તિની સફળતાઓ દેશવાસીઓને ગૌરવ અપાવે તેવી રહી છે.