જુનિયર NTRએ અલ્લુ અર્જુન પાસેથી વાંગાની ફિલ્મ છીનવી ?

દીપિકા-અલ્લુ હવે એટલીની ફિલ્મમાં દેખાશે
અલ્લુ અર્જુન અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે અણબનાવ બાબતે ઓફિશિયલ કન્મફર્મેશન આવ્યું નથી
મુંબઈ, જાણીતા ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મોના બદલે વિવાદના કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય અગાઉ દીપિકા પાદુકોણે વાંગાના ડાયરેક્શનમાં બની રહેલી ‘સ્પિરિટ’માંથી વિદાય લીધી હતી. રિપોટ્ર્સ મુજબ, વાંગાને અન્ય એક ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે વિવાદ થયો હોવાથી આ ફિલ્મમાં જુનિયર એનટીઆરનો સમાવેશ કરાયો છે.
રણબીર કપૂરની ‘એનિમલ’થી દેશભરમાં જાણીતા બનેલા ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ગત વર્ષે અલ્લુ અર્જુન સાથે એક ફિલ્મ સાઈન કરી હતી. ઘણાં મહિનાથી આ ફિલ્મનું કામ આગળ વધી શક્યુ ન હતું. આખરે આ ફિલ્મમાંથી અલ્લુ અર્જુનની હકાલપટ્ટી કરી દેવાઈ હોવાનું કહેવાય છે. અલ્લુ અર્જુન અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે અણબનાવ બાબતે ઓફિશિયલ કન્મફર્મેશન આવ્યું નથી. જો કે વાંગાએ આગામી ફિલ્મમાં જુનિયર એનટીઆરની પસંદગી કરી હોવાનું કહેવાય છે. સંદીપ રેડ્ડી વાંગાએ પ્રભાસ સાથે બિગ બજેટ ‘સ્પિરિટ’ની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે દીપિકા અગાઉ ફાઈનલ હતી.
જો કે ૮ કલાકની શિફ્ટ અને પ્રોફિટ શેરની માગણીના પગલે વાંગા અને દીપિકા વચ્ચે મતભેદ થયા હતા. હવે વાંગાએ દીપિકાના બદલે અન્ય એક એક્ટ્રેસની શોધ શરૂ કરી છે. વિવાદના કારણે વાંગાની ફિલ્મમાંથી વિદાય લેનારા બીજા સ્ટાર તરીકે અલ્લુ અર્જુનનું નામ લેવાઈ રહ્યું છે. સંજોગવશાત આ બંને સ્ટાર્સ એટલીની આગામી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. SS1