Western Times News

Gujarati News

નડિયાદ એક્સપ્રેસ વે પરથી નશીલા ગાંજા સાથે ત્રણ પકડાયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ ડાકોર રોડ એક્સપ્રેસવે પરથી ખેડા એસ ઓ જી પોલીસે આજે બાતમી ના આધારે રૂપિયા ૧,૯૦,૬૦૦ ની કિંમતના નશીલા ૧૯.૦૬૦ કિલો ગ્રામ સાથે એક મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડ્‌યા છે

મળતી માહિતી મુજબ ખેડા એસ ઓ જી પીએસઆઇ એસ.વી.ગોસ્વામી અને ટીમે આજે બાતમી ના આધારે નડિયાદ ડાકોર રોડ એક્સપ્રેસ વે પરથી રૂપિયા ૧,૯૦,૬૦૦ ની કિંમત ના નશીલા ૧૯.૦૬૦ કિલો ગ્રામ સાથે શેહઝાદ ફિરોઝ પઠાણ ઉં.વ.૩૦ હાલ રહે, સંધાણા, શાલીમાર હોટલ પાછળ, તા.માતર મુળ રહે, મોટી દરગાહ પાછળ, માલીવાડા, વટવા અમદાવાદ અને મનીષા સંદિપ પાખરે ઉં.વ.૩૫ રહે, માનેગાંવ નાંદુરા, તા.જલગાવ જી.બુલઢાના મહારાષ્ટ્ર ને ઝડપી પાડ્‌યા હતા

અને પોલીસે નસીલા ગાંજાનો જથ્થો રોકડા રૂપિયા ૩૨૧૦ એક મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧,૯૮,૮૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો બાદ પોલીસે બંનેની હાથ ધરેલ પ્રાથમિક પૂછપરછમાં

આ નશીલા ગાંજા નો જથ્થો અરબાઝ ગુલામદસ્તગીર મલેક રહે, નડીયાદ મો.૭૩૮૩૭૦૮૦૪૮ ગોપાલ ચીમન ચુનારા રહે, બારેજા મો.૯૬૨૪૭૮૨૨૧૯ અને સાજુ અસલમ પઠાણ રહે, વટવા અમદાવાદ એ મંગાવ્યો હતો અને આ જથ્થો જયસ્વાલનબાઇ રહે.કુરા તા.જલગાવ જી.બુલાણા મહારાષ્ટ્રા એ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો દરમિયાન પોલીસે જથ્થો મંગાવનાર નડિયાદના અરબાજ મલેકને પણ ઝડપી પાડ્‌યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.