ભારત સામેની પ્રથમ ટી૨૦માં સ્લો ઓવર રેટ માટે ઇંગ્લેન્ડને દંડ

આ મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને ૯૭ રનથી હરાવ્યું હતું
ઈંગ્લેન્ડના કેપ્ટન નેટ સિવર બ્રન્ટે ઉલ્લંઘન અને પ્રસ્તાવિત દંડ સ્વીકારતા ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી
નોટિંગહામ,ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારત સામેની T20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ઈંગ્લેન્ડની મહિલા ટીમને મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકાર્યાે છે. અમીરાત ICC ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના હેલેન પેકે ઈંગ્લેન્ડ પર નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકવા બદલ આ દંડ ફટકાર્યાે હતો.ઈંગ્લેન્ડના કેપ્ટન નેટ સિવર બ્રન્ટે ઉલ્લંઘન અને પ્રસ્તાવિત દંડ સ્વીકારતા ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.
ઓન-ફિલ્ડ અમ્પાયર જેક્લીન વિલિયમ્સ અને જેમ્સ મિડલબ્›ક, થર્ડ અમ્પાયર સુ રેડફર્ન અને ફોર્થ અમ્પાયર અન્ના હેરિસે આરોપો નક્કી કર્યા હતા.ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે ICC આચારસંહિતાની કલમ ૨.૨૨ મિનિમમ ઓવર-રેટ ઓફેન્સ સાથે સંબંધિત છે, જે હેઠળ ખેલાડીઓને નિર્ધારિત સમયમાં ફેંકવામાં ન આવતી દરેક ઓવર માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને ૯૭ રનથી હરાવ્યું હતું. નોટિંગહામમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે કેપ્ટન સ્મૃતિ મંધાનાની સદીના આધારે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૧૦ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમ ૧૪.૫ ઓવરમાં માત્ર ૧૧૩ રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી૨૦ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.ss1