Western Times News

Gujarati News

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારેમહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તોછેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના વલોદસુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવાસાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણસાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

વધુમાંરાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે ૧૨૪ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજેતા. ૦૩ જુલાઇ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.