આતંક ફેલાવનારા દયાની ભીખ માંગશે એવી સજા કરીશુંઃ મનોજ સિન્હા
AI Image
(એજન્સી) જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જો કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું છે કે, કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સન્માન અને સુરક્ષા સાથે પરત લાવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીના રાજેન્દ્ર સિંહ સભાગારમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે, ‘કાશ્મીર પંડિતોને સન્માન સાથે ઘરે પરત લાવાવ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સુરક્ષા અને સન્માન સાથે ઘરવાપરી કરાવવાનું વચન આપ્યું છે.
આપણી ધરતી પર અજાણ્યા બની જવું તે વિશ્વના સૌથી મોટા દુઃખોમાંથી એક છે. હું કાશ્મીરી પંડિતોના તે દર્દને અનુભવી રહ્યો છું, જેમાં ૧૯૮૯-૯૦માં તેમણે રાતોરાત પોતાના ઘરો છોડવા પડ્યા હતા. હું કાશમીરી પંડિતોની જબરદસ્ત ભાવનાને સલામ કરું છું. કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે માઈગ્રન્ટ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ તે લોકો માટે હતું, જેમની જમીન પર કબજો કરવામાં આવ્યો હતો.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘યુવા પેઢીઓએ તે ક્્યારેય ભુલવું ન જોઈએ કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ હજારો નિર્દોશ કાશ્મીરી મુસલમાનોની હત્યા કરી છે. આમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયદ્વારક હોય છે, જેમને યાદ કરીએ તો બોલતા પણ ખચકાટ થાય છે. ગત વર્ષથી તે પરિવારોને ન્યાય મળવાનો શરૂ થયો છે અને તેઓને જરૂરી ચીજવસ્તુઓ અને રોજગારી આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મનોજ સિન્હાએ કહ્યું કે, ‘ઓગસ્ટ-૨૦૧૯માં કલમ-૩૭૦ નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો છે કે, કાશ્મીરી પંડિત સમાજની યુવા પેઢી કોઈપણ ડર વગર પોતાના ઘરે પરત ફરી શકે છે.
