Western Times News

Gujarati News

જાપાનમાં ૫૦૦ કિ.મી.ની ઝડપે દોડતી મેગ્લેવ ટ્રેનમાં યોગીએ કરી સફર

(એજન્સી) ટોકિયો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના જાપાન પ્રવાસના છેલ્લા દિવસે યામાનાશીમાં હાઈ-સ્પિડ મેગ્લેવ ટ્રેનમાં સફર કરી. હાઈડ્રોજન ગ્રીન એનર્જી પ્લાન્ટ બાદ ૬૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પિડ મેગ્લેવ ટ્રેનનો અનુભવ આદિત્યનાથ માટે રોમાંચક રહ્યો. લીનિયર મેગ્લેવ ટ્રેન ૫૦૦ કિ.મી.ની સ્પિડે દોડે છે. હાલમાં જાપાનની બુલેટ ટ્રેન ૩૦૦ કિ.મી.ની ઝડપે દોડે છે.

લીનિયર મોટર કાર ૫૦૦ની સ્પિડે ચાલે છે. હાલની જે જાપાનની બુલેટ ટ્રેન છે તેની સ્પિડ ૩૦૦ કિ.મી./પ્રતિ કલાક છે. બીજી તરફ આ લીનિયર મેગ્લેવ ટ્રેન ચુંબકીય બળથી ચાલે છે અથવા એમ કહી શકાય કે ૫૦૦ની સ્પિડે હવામાં ઉડે છે. ઝ્રસ્ યોગી આદિત્યનાથે જાપાન પ્રવાસના બીજા દિવસે યામાનાશી પ્રાંતમાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી. આ દરમિયાન યોગી પાણીથી હાઈડ્રોજન અને વીજળી બનાવવાની ટેક્નોલોજીને સમજ્યા. ટોક્્યોથી યામનાશી જતી વખતે એક તુલસી નામની સાધ્વીએ પોતાના સાથીઓ સાથે યોગી સાથે મુલાકાત કરી.

સાધ્વી તુલસીએ જણાવ્યું કે, હું જાપાનમાં હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો પ્રચાર કરી રહી છું. તેમની સાથે આવેલા એક નાના બાળકે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા અને સંસ્કૃતમાં મંત્ર પણ સંભળાવ્યો. યોગી આ દૃશ્ય જોઈને પ્રસન્ન થયા અને તેમણે જાપાની ભક્તોને પ્રસાદ તરીકે ચોકલેટ આપી. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યામાનાશી પ્રીફેક્ચર પ્રાંત પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં શાળાના બાળકોએ તેમનું સ્વાગત કર્યું. યોગીએ ભારત-જાપાનના ધ્વજ પકડીને બાળકો સાથે થોડો સમય વિતાવ્યો.

આ ઉપરાંત યામાનાશીમાં રહેતા સ્થાનિક લોકોએ યોગીને એક ખાસ પેન્ટિંગ ભેટ કરી. યામાનાશી જાપાનમાં આધુનિક ખેતી અને ટેક્નોલોજી માટે ઓળખાય છે. અહીં હાઈડ્રોજન એનર્જી, રોબોટિક સેન્ટર અને હાઈ સ્પિડ ટ્રેનનું સેન્ટર છે. આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ માઉન્ટ ફુજી પણ આકર્ષનું કેન્દ્ર છે.

મેગ્લેવ ટ્રેનની સફર માત્ર રોમાંચક જ નહોતી પણ ભવિષ્યની પરિવહન ટેકનોલોજીની ઝલક પણ લઈને આવી. જાપાનની અત્યાધુનિક મેગ્લેવ ટ્રેન ચુંબકીય શક્તિ પર આધારિત છે, જે તેને પરંપરાગત ટ્રેનોથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. આ ટ્રેન પાટા ઉપરથી ઉંચી દોડે છે, એટલે કે ઘર્ષણ લગભગ ખતમ થઈ જાય છે, અને આ જ કારણ છે કે, તેની સ્પિડ ૫૦૦થી ૬૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. યામાનાશી ટેસ્ટ ટ્રેક પર આ ટ્રેને પોતાની ઉચ્ચ ક્ષમતાનું પ્રદર્શન કર્યું, જેને જોઈને મુખ્યમંત્રી મંત્રમુગ્ધ થઈ ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.