Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ૫’માં પ્રિયામણીની એન્ટ્રી

મુંબઈ, અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની કોમેડી ફ્રેન્ચાઈઝી ગોલમાલ ૫ પર કામ કરી રહ્યા છે અને હવે આ ફિલ્મમાં પ્રિયામણીની પણ એન્ટ્રી થયાના અહેવાલ છે.

આ ફિલ્મમાં પ્રિયામણી અને અજય દેવગન બીજી વખત સાથે કામ કરશે, આ પહેલા તેઓ ‘મૈદાન’માં સાથે કામ કરી ચુક્યાં છે. આ અંગેના અહેવાલો અનુસાર, શૂટિંગનું પહેલું શીડ્યુલ એક મહિના જેટલું લાંબું ચાલશે. ૨૩ ફેબ્›આરી, સોમવારથી મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

જેમાં અજય દેવગન ૨૫ તારીખથી જોડાયો છે. જોકે, હજુ પ્રિયામણી કયા રોલમાં છે, તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવા અહેવાલો છે કે તેણે પોતાના સીનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ગોલમાલ ફ્રેન્ચાઇઝી હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝીમાંની એક છે.

જેમાં કલાકારોની કાસ્ટ પણ ખુબ જાણીતી છે, સ્ટોરી ગમે તે હોય, કાસ્ટ લગભગ એક જ રહે છે, પાંચમી ફિલ્મમાં પણ અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, કુનાલ ખેમુ, શ્રેયસ તળપદે સહિત જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કલસેકર સહિતના કલાકારો જોવા મળશે.આ કાસ્ટ ઉપરાંત આ ફિલ્મમાં આ વખતે અક્ષય કુમાર પણ જોડાવાનો હોવાના અહેવાલો છે. જોકે, આ અંગે ઓફિશિયલી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.