Western Times News

Gujarati News

લગ્ન બાદ રશ્મિકા-વિજય પહેલીવાર એરપોર્ટ પર સ્પોટ થયા

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં સંપન્ન થયા. લગ્ન બાદ આજે ન્યુલી મેરિડ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલી વખત વાઈફ અને હસબન્ડ તરીકે જાહેરમાં જોવા મળ્યા હતા.

ઉદયપુર એરપોર્ટ પરથી રવાના થતી વખતે આ કપલની શાનદાર કેમિસ્ટ્રી અને રોમેન્ટિક અંદાજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તમે પણ કપલનો રોયલ લૂક ના જોયો હોય તો ચાલો તમને આ વિશે જણાવીએ… સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઉદયપુર એરપોર્ટ પર રશ્મિકા મંદાના સાચા અર્થમાં નયી નવેલી દુલ્હનના અવતારમાં જોવા મળી હતી.

આ સમયે તેણે રેડ કલરનો સુંદર અનરકલી સૂટ પહેર્યાે હતો, જેમાં તે અત્યંત એલિગન્ટ લાગતી હતી. સુંદર આઉટફિટ સાથે રશ્મિકાએ હાથમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર, સેંથામાં લાલ સિંદૂર અને અફકોર્સ ફેસ પર ન્યુ બ્રાઈડનો ગ્લો સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યાે હતો.રશ્મિકાની સાથે સાથે વિજય દેવરકોંડા પણ તેના નવા લૂકમાં કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો. તેણે સફેદ અને ઓફ-વ્હાઇટ શેડમાં કુર્તા-પાયજામા પહેર્યા હતા.

બંનેએ એરપોર્ટ પર હાજર પેરારાઝીને જોઈને સ્મિત આપ્યું હતું અને એકબીજાના હાથમાં હાથ પરોવીને પોઝ આપ્યા હતા, ફ્લાઈંગ કિસ આપી હતી. કપલે ફેન્સ અને પેપ્ઝનો આભાર પણ માન્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જોઈ લો… અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયે ૨૬મી ફેબ્›આરીના સવારે તેલુગુ અને સાંજે કોડવા (કુર્ગી) રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

એ જ દિવસે કપલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તેમની વેડિંગ ફોટોઝ અત્યારે ભારતમાં સૌથી વધુ લાઈક મેળવનારી સેલિબ્રિટી પોસ્ટ બની ગઈ છે.

રિપોર્ટસમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઉદયપુરથી રવાના થઈને આ કપલ હવે હૈદરાબાદ પહોંચશે. મળતી માહિતી મુજબ, ચોથી માર્ચ, ૨૦૨૬ના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં સાઉથ અને બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.