Western Times News

Gujarati News

તેરે નામ ફિલ્મમાં ‘રાધે ભૈયા’નો રોલ સલ્લુંમીયાના જીગરીને અપાયો હતો

મુંબઈ, તેરે નામ બે દાયકા પછી સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ છે. ફિલ્મમાં સલમાન ખાનના રાધે ભૈયાના પાત્રે માત્ર દિલ જીતી લીધા જ નહીં પરંતુ લોકોને રડાવ્યા પણ હતા. પરંતુ અહી જણાવી દઈએ કે સલમાન ખાન આ ફિલ્મ માટે પહેલી પસંદગી નહોતા, શરૂઆતમાં આ ફિલ્મ તેના ખાસ મિત્રને ઓફર કરવામાં આવી હતી.

જ્યારે સલમાન ખાનના ખાસ મિત્રએ ફિલ્મ ઠુકરાવી દીધી, ત્યારે બીજા એક અભિનેતાનો પણ સંપર્ક કરવામાં આવ્યો. બે સ્ટાર્સે આ ભૂમિકાનો ઇનકાર કર્યા પછી, આખરે સલ્લુ મિયાંનો સંપર્ક કરવામાં આવ્યો, અને તે સહજતાથી સંમત થઈ ગયો. મોટા પડદા પર તેણે જે જાદુ કર્યાે તે બે દાયકા પછી પણ ગુંજતો રહે છે.

તેરે નામ માટે જે સ્ટાર પહેલી પસંદગી હતો તે સલમાન ખાનનો ખાસ મિત્ર છે. તેણે બોલીવુડ પર રાજ કર્યું છે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ સંજુ બાબા ઉર્ફે સંજય દત્ત છે.

અહેવાલ મુજબ, શરૂઆતમાં સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ તેરે નામ માટે સંજયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેરે નામ માટે સંજય દત્ત પહેલી પસંદગી હતા, પરંતુ કોઈ કારણોસર તેમણે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યાે હતો. સંજયના ગયા પછી, આ ભૂમિકા માટે અજય દેવગણનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બધું કામ ન આવ્યું.

જ્યારે બંને સુપરસ્ટાર્સે ફિલ્મ ઠુકરાવી દીધી, ત્યારે સલમાન આખરે તે કરવા માટે સંમત થયો.તેરે નામ સલમાન ખાનની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. બોક્સ ઓફિસ પર મળેલી સફળતા, વિવેચકો અને દર્શકોના પ્રેમ સાથે, ફિલ્મને કલ્ટ ક્લાસિક બનાવી. આ ફિલ્મમાં સલમાન ખાનની સામે ભૂમિકા ચાવલા મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ ૨૭ ફેબ્›આરી, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.