Western Times News

Gujarati News

મોડાસાની માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી ત્રાટકી

આસપાસના લોકો જાગી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો

ચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા

મોડાસા,મોડાસા શહેરની રામપાર્ક વિસ્તારમાં આવેલી માણેકબા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ચોર ટોળકી મોડી રાત્રે ત્રાટકી હતી. જોકે પાડોશી જાગી જતાં ચોરો ભાગી ગયા હતા.શહેરના મધ્ય ભાગમાં આવેલી માણેકબા સોસાયટીના એક બંધ મકાનને ચારથી પાંચ જેટલા ચડ્ડી બનિયાનધારી ચોરોએ નિશાન બનાવ્યું હતું. ચોર ટોળકીએ ગેટ ખોલવાને બદલે દીવાલ પર ચડી કુદકો મારી બંધ મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા.

તે સમયે અવાજ થતાં આજુબાજુમાં રહીશો જાગી જતાં બૂમો પાડતા આ ટોળકી ભાગી જવામાં સફળ રહી હતી. આ બનાવથી આજુબાજુના રહીશો ભયભીત થયા હતા અને આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.