Western Times News

Gujarati News

ઈરાનમાં બોમ્બમારો જોઈને એક્ટ્રેસ મંદાનાનું છલાકાયું દુઃખ

મંદાનાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યાે “બહુ પીડા છે, પણ સાથે ઘણી આશા પણ છે.

કદાચ હવે ઈરાની નવું વર્ષ (નૌરોઝ) કંઈક અલગ હશે” ઃ મંદાના

મુંબઈ,અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.

ઈરાનમાં સર્જાયેલા આ વિનાશક દ્રશ્યો જોઈને ભારતમાં સ્થાયી થયેલી ઈરાની મૂળની અભિનેત્રી મંદાના કરીમી અત્યંત વ્યથિત છે. મંદાનાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યાે છે,

જેમાં તે પોતાના વતનની સુરક્ષા અને ત્યાંના લોકોની હાલત જોઈને ધ્›સકે ને ધ્›સકે રડતી જોવા મળી રહી છે. આ હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના અહેવાલો વચ્ચે મંદાનાએ ઈરાન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

મંદાના કરીમીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જે વીડિયો મૂક્યો છે તેમાં તેના ચહેરા પરનો દર્દ સ્પષ્ટ દેખાય છે. રડતી આંખે તે પોતાની ભાષામાં કંઈક કહી રહી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “બહુ પીડા છે, પણ સાથે ઘણી આશા પણ છે. કદાચ હવે ઈરાની નવું વર્ષ (નૌરોઝ) કંઈક અલગ હશે.” મંદાનાએ વર્ષાે સુધી દબાણમાં રહેલા ઈરાની લોકોની સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે, જ્યારે સપનાઓ નાના થવા લાગે અને દરરોજ ચિંતા સાથે સવાર પડે, ત્યારે લોકો યુદ્ધમાં પણ મુક્તિ શોધવા લાગે છે.ઈરાન પરના હુમલા બાદ સોશિયલ મીડિયા પર એવા પણ વીડિયો સામે આવ્યા છે જેમાં કેટલાક લોકો ખુશી મનાવી રહ્યા છે.

આ અંગે મંદાનાએ સ્પષ્ટતા કરતા લખ્યું કે, લોકો યુદ્ધ કે વિનાશથી ખુશ નથી હોતા, પરંતુ વર્ષાેથી અનુભવાતા ગૂંગળામણભર્યા વાતાવરણના અંતથી ખુશ હોય છે. જ્યારે તમારી પાસે ખોવા માટે કંઈ જ બાકી ન હોય, ત્યારે લોકો પરિવર્તનને આશાની નજરે જુએ છે. ઘણા લોકો માટે આ યુદ્ધ વિનાશ નહીં પણ વર્ષાેના દમનમાંથી આઝાદી મેળવવાનો માર્ગ હોઈ શકે છે.મંદાના કરીમી મૂળ ઈરાનના તેહરાનની વતની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ભારતમાં રહીને બોલીવુડમાં પોતાનું કરિયર બનાવી રહી છે.

તેણે મોડેલિંગથી શરૂઆત કરીને ‘ભાગ જોની’ અને ‘ક્યા કૂલ હૈ હમ‘ જેવી ફિલ્મોમાં અભિનય કર્યાે છે. આ ઉપરાંત તે સલમાન ખાનના ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ’ અને એકતા કપૂરના શો ‘લોક અપ’માં પણ જોવા મળી હતી. આજે જ્યારે તેનું જન્મસ્થળ યુદ્ધની ઝપેટમાં છે, ત્યારે તેની સંવેદનશીલતા અને વતન પ્રત્યેનો પ્રેમ તેની પોસ્ટ્‌સમાં છલકાઈ રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.