Western Times News

Gujarati News

માથા વગરનાં ભૂત સાથે જોવા મળ્યો અક્ષય કુમાર

અક્ષયનો વીડિયો જોઈને ચોંક્યા ફેન્સ

ભૂત બંગલા’ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન, જયપુર અને હૈદરાબાદ જેવી ઘણી શાનદાર જગ્યાઓ પર કરવામાં આવ્યું છે

મુંબઈ,૧૪ વર્ષ પછી બોલિવૂડની ફેમસ જોડી અક્ષય કુમાર અને પ્રિયદર્શન ‘ભૂત બંગલા’થી વાપસી કરી રહ્યાં છે. ફેન્સ આ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે. જો કે લેટેસ્ટમાં એક્ટરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યાે છે જે મિનિટોમાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.ફિલ્મનાં પ્રમોશનની વચ્ચે અક્ષય કુમારે લેટેસ્ટમાં એક ડરામણો અને મજેદાર વીડિયો શેર કર્યાે છે. આ વીડિયોએ માહોલ ગરમ કરી દીધો છે.

વીડિયોમાં એક માથા વગરનું ભૂત જોવા મળી રહ્યું છે જેની સાથે અક્ષય કુમાર ચાલી રહ્યો છે અને કેઝ્યુઅલ વાત કરતા જોવા મળી રહ્યો છે. આ સાથે સવાલ પૂછે છે કે, શું ભૂત ખરેખર હોય છે? આ વીડિયો ડરના માહોલ સાથે અક્ષયની સિગ્નેચર કોમિક ટાઇમિંગને મેળવે છે, જે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં લોકોનો મૂડ સેટ કરે છે.આ વચ્ચે મેકર્સે લેટેસ્ટમાં પહેલું ટ્રેક રામ જી આકે ભલા કરેગે રિલીઝ કર્યું હતું જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. બધા પ્લેટફોર્મ્સ પર ૫૫ મિલિયન વ્યૂઝનો મોટો આંકડો પાર કરી લીધો છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે ભૂત બંગલા મૂવી બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થાય છે કે નહીં?

’ભૂત બંગલા’ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન, જયપુર અને હૈદરાબાદ જેવી ઘણી શાનદાર જગ્યાઓ પર કરવામાં આવ્યું છે, જે વાર્તાને વધુ ભવ્ય અને વિઝ્યુઅલી શાનદાર બનાવશે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર અને અક્ષય કુમારે તેમના બેનર ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ હેઠળ પ્રોડ્યુસ કરી છે. ‘ભૂત બંગલા’ને જે બાબત સૌથી વધુ ખાસ બનાવે છે, તે છે તેની જબરદસ્ત સ્ટાર કાસ્ટ. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં તબુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, જીશુ સેનગુપ્તા, અસરાની અને વામિકા ગબ્બી જેવા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મની વાર્તા આકાશ એ. કૌશિકે લખી છે, જ્યારે સ્ક્રીનપ્લે રોહન શંકર, અભિલાષ નાયર અને પ્રિયદર્શને મળીને તૈયાર કર્યાે છે. ફિલ્મના મજેદાર ડાયલોગ્સ રોહન શંકરે લખ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.