ઈરાનની ધમકીઃ ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું- કયા દેશોને થશે નુકશાન?
AI Image
- બ્લેકઆઉટ: સમગ્ર ઇઝરાયેલમાં વીજળી ગુલ થઈ શકે છે, જેનાથી હોસ્પિટલો, સંરક્ષણ પ્રણાલી (આયર્ન ડોમ), અને કોમ્યુનિકેશન નેટવર્ક જોખમાઈ શકે છે.
- રેડિયેશન લિકેજ: જો રિએક્ટરને નુકસાન થાય, તો હવામાં કિરણોત્સર્ગી (Radioactive) કણો ફેલાઈ શકે છે. પવનની દિશા મુજબ આ કણો જોર્ડન, પેલેસ્ટાઈન, ઇજિપ્ત અને છેક સૌદી અરેબિયા સુધી પહોંચી શકે છે.
(એજન્સી)તહેરાન, મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ISNAના અહેવાલ મુજબ,
જો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ ઈરાનમાં સત્તા પરિવર્તન એટલે કે ‘રેઝિમ ચેન્જ’ કરવાની વ્યૂહનીતિ પર આગળ વધશે, તો ઈરાન વળતા પ્રહારમાં ઈઝરાયલના ‘ડિમોના’ પરમાણુ મથકને નિશાન બનાવશે. આ ધમકીએ વૈશ્વિક સ્તરે ફફડાટ ફેલાવી દીધો છે.
૧. પરમાણુ પ્લાન્ટ (ડિમોના) પર હુમલાની અસરો
ડિમોના પરનો હુમલો અત્યંત ગંભીર ‘ન્યુક્લિયર મેલ્ટડાઉન’ જેવી સ્થિતિ સર્જી શકે છે:
-
રેડિયેશન લિકેજ: જો રિએક્ટરને નુકસાન થાય, તો હવામાં કિરણોત્સર્ગી (Radioactive) કણો ફેલાઈ શકે છે. પવનની દિશા મુજબ આ કણો જોર્ડન, પેલેસ્ટાઈન, ઇજિપ્ત અને છેક સૌદી અરેબિયા સુધી પહોંચી શકે છે.
-
પર્યાવરણીય વિનાશ: જમીન અને ભૂગર્ભ જળ દાયકાઓ સુધી પ્રદૂષિત થઈ શકે છે, જે ખેતી અને પીવાના પાણી માટે અયોગ્ય બની જાય.
-
માનવ જાનહાનિ: તાત્કાલિક અસરથી હજારો લોકો રેડિયેશન સિકનેસનો ભોગ બની શકે છે અને લાંબા ગાળે કેન્સર જેવા રોગોનું પ્રમાણ અનેકગણું વધી શકે છે.
૨. ઊર્જા મથકો (Power Stations) પર હુમલાની અસરો
ઇઝરાયેલના મુખ્ય ઊર્જા મથકો (જેમ કે હડેરા કે એશ્કલોન) પર હુમલો થવાથી દેશની અર્થવ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે:
-
બ્લેકઆઉટ: સમગ્ર ઇઝરાયેલમાં વીજળી ગુલ થઈ શકે છે, જેનાથી હોસ્પિટલો, સંરક્ષણ પ્રણાલી (આયર્ન ડોમ), અને કોમ્યુનિકેશન નેટવર્ક જોખમાઈ શકે છે.
-
પાણીની કટોકટી: ઇઝરાયેલ તેના પીવાના પાણી માટે ‘ડીસેલિનેશન પ્લાન્ટ્સ’ (દરિયાના પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયા) પર નિર્ભર છે. વીજળી વગર આ પ્લાન્ટ્સ બંધ થઈ જાય, જેનાથી ગંભીર જળ સંકટ સર્જાય.
-
રિફાઇનરીઓને નુકસાન: તેલ અને ગેસના સ્ટોરેજ પર હુમલો અગ્નિતાંડવ અને આર્થિક પાયમાલી લાવી શકે છે.
૩. ભૌગોલિક-રાજકીય (Geopolitical) અસરો
-
પ્રાદેશિક યુદ્ધ: ડિમોના પરનો હુમલો ઇઝરાયેલ માટે “રેડ લાઇન” છે. તેના જવાબમાં ઇઝરાયેલ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, જે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ તરફ દોરી જાય.
-
વૈશ્વિક અર્થતંત્ર: તેલના ભાવમાં રાતોરાત ઉછાળો આવી શકે છે, જેનાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી ફાટી નીકળે.
આ ગંભીર ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની જનતા માટે વર્તમાન શાસનને બદલવાની તક ઊભી કરવાનો છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમણે મક્કમ નિર્ધાર કર્યાે છે કે જ્યાં સુધી ઈરાનમાં સત્તા પલટો ન થાય ત્યાં સુધી આ જંગ ચાલુ રાખવામાં આવશે.
૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત કરતા ટ્રમ્પે ઈરાની જનતાને આહવાન કર્યું હતું કે, ‘આ પેઢીઓ પછી મળેલી એકમાત્ર તક છે, હુમલા અટક્યા બાદ પોતાની સરકાર પર કબજો મેળવી લો.’બીજી તરફ, ઈરાનનું શાસન હાલમાં અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મુકાયું છે. ઈઝરાયલ અને અમેરિકાના સચોટ હુમલાઓએ ઈરાનના ટોચના સૈન્ય નેતાઓથી લઈને મધ્યમ સ્તરના કમાન્ડરો અને કમાન્ડ સેન્ટરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી ભલે આને માત્ર સત્તા પરિવર્તનનું યુદ્ધ ન ગણાવતા હોય, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.‘બેલિંગકેટ’ના સેટેલાઈટ ઈમેજ વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એકલા તેહરાનમાં જ ઓછામાં ઓછા ૧૫ પોલીસ સ્ટેશનોને તોડી પાડવામાં આવ્યા છે.
