Western Times News

Gujarati News

GBUની વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું કે વિજ્ઞાનના સમીકરણોમાં પણ ‘નારી શક્તિ’નું સૌથી મહત્વનું પ્રદાન

વિજ્ઞાન ફલક પર વિદ્યાર્થીનીઓનો દબદબો-ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત; યુનિવર્સિટીના અનેકવિધ સંશોધન – સિદ્ધિઓ નારી શક્તિના નામે

     ગત એક દાયકાથી સંશોધન અને નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સતત મજબૂત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંશોધનવિકાસ અને નવીનતા યોજના અંતર્ગત  ફાળવવામાં આવેલું રૂ. ૧ લાખ કરોડનું સંશોધન ભંડોળ દેશના સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું છે. તેમના ‘જય જવાનજય કિસાનજય વિજ્ઞાન,જય અનુસંધાન’ના મંત્રને ગુજરાત ખરા અર્થમાં આત્મસાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ તાજેતરમાં જ રાજ્ય દ્વારા સાયન્સ ટેકનોલૉજી એન્ડ ઈનોવેશન પોલિસી ૨૦૨૬-૩૧ જાહેર કરવામાં આવી  છે.

     દર વર્ષે તા. ૦૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી –GBUમાં પણ સેવારત મહિલાઓ આ જ્ઞાનયજ્ઞમાં સમર્પિત પ્રયાસો થકી રાજ્યના મહિલા સશક્તીકરણના ઉદ્દેશને સાર્થક કરી રહી છે.GBUની વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું કેવિજ્ઞાનના સમીકરણોમાં પણનારી શક્તિ‘ સૌથી મહત્વનું પ્રદાન આપી રહી છે.

WDC: મહિલાઓના સપનાને પાંખો આપતું માધ્યમ

       વર્ષ ૨૦૨૩માં સ્થાપિત GBUનું મહિલા વિકાસ સેલ આજે યુનિવર્સિટીનો મજબૂત આધારસ્તંભ બન્યો છે. અહીં મુખ્ય માળખાગત સુવિધાઓમાં આંતરિક ફરિયાદ સમિતિકાઉન્સેલિંગ સેવાઓ અને કાર્યરત માતાઓ માટે કેમ્પસમાં ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડી GBU એ સાબિત કર્યું છે કેમહિલાઓ માટે GBUમાં માત્ર લેબ નથીપણ એક સમગ્ર  સપોર્ટ સિસ્ટમ  છે. GBU જાણે છે કેજ્યારે એક મહિલા પ્રયોગશાળામાં હોય છેત્યારે તે સમગ્ર સમાજનું ભવિષ્ય લખી રહી હોય છે.

       દર વર્ષની જેમ આગામી ૯ માર્ચ૨૦૨૬ના રોજ, “નવોચાર અને ઉદ્યોગસાહસિકતા” વિષય પર આયોજિત વ્યાખ્યાન દ્વારા GBU આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહી છેજેમાં IKP નોલેજ પાર્ક-હૈદરાબાદના અધ્યક્ષ ડૉ. દીપન્વિતા ચટ્ટોપાધ્યાય માર્ગદર્શન આપશે.

        શું તમે ક્યારેય વિચાર્યું છે કેલેબમાં વપરાતી એક નાનકડી ટેસ્ટ-ટ્યુબ દુનિયા બદલી શકે છે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના કેમ્પસમાં આજે આ જ સવાલનો જવાબ ગુંજી રહ્યો છે. અહીં માત્ર પ્રયોગો નથી થતાઅહીં મહિલા વૈજ્ઞાનિકો‘ વિજ્ઞાન ક્ષેત્રે નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. હૃદયરોગથી લઈને કેન્સર અને પર્યાવરણ સુધીના જટિલ વિષયો પર આજે GBUની મહિલા ફેકલ્ટી અને વિદ્યાર્થીનીઓ સંશોધન કરી રહી છે.

ફેકલ્ટી શ્રેષ્ઠતા: વૈશ્વિક સ્તરે ઓળખ

       GBUની મહિલા ફેકલ્ટી વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડતા સંશોધનોનું નેતૃત્વ કરી રહી છે. મહિલાઓનું આ પ્રેરક યોગદાન વિજ્ઞાન ક્ષેત્રમાં અદભૂત સમર્પિતતા દર્શાવે છે.

• ડૉ. સૂર્યા રામચંદ્રન: તેમને “પ્રો. ઈન્દિરા પરીખ – ૫૦  વુમન ઇન એજ્યુકેશન લીડર્સ એવોર્ડ” અને કાર્ડિયોવાસ્ક્યુલર વિજ્ઞાન માટે IACS-ઇન્ડિયા તરફથી એક્ઝેમ્પ્લરી સર્વિસિસ એવોર્ડ મળ્યો છે.

 • ડૉ. કાંતિ કિરણ: તેમનું નામ ભારતમાંથી ઇન્ડો-જર્મન WISER ગ્રાન્ટ‘ માટે પસંદગી પામેલી ૧૦ મહિલાઓની યાદીમાં સામેલ છે.

• ડૉ. રોહિણી નાયર: તેમણે હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ‘  પર સંશોધન માટે ગેટ્સ ફાઉન્ડેશન તરફથી રૂપિયા એક કરોડથી વધુની નોંધપાત્ર નાણાકીય સહાય મેળવી છે.

• ડૉ. નિશા સિંહ:  ૮૦થી વધુ પ્રકાશનો અને ૩  પેટન્ટ ધરાવતા ડૉ. નિશાને SERB વુમન એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૪  અને INSA-મેડલ ફોર યંગ સાયન્ટિસ્ટથી નવાજવામાં આવ્યા છેજે એક આગવી સિદ્ધિ છે

• ડૉ. ગુંજન શર્માડૉ. નીલમ કુંગવાણી અને ડૉ. અર્ચના કુમારી: દરિયાઈ પ્રદૂષણ અને પ્લાન્ટ જેનેટિક્સમાં DBT, GSBTM અને ANRF દ્વારા ભંડોળ પ્રાપ્ત મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે.

સુવર્ણ સફળતા: ગોલ્ડ મેડલથી ગ્લોબલ રિસર્ચ સુધી

       GBUમાં M.Sc.ની પ્રથમ બેચ-૨૦૨૫ એ અસાધારણ પ્રતિભા પ્રદર્શિત કરી છેજેમાં ૫માંથી ૪ બાયોટેકનોલોજી વિભાગોમાં વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય નોંધપાત્ર સિદ્ધિઓ નીચે મુજબ છે:

  સંશોધન ભંડોળ: ૫૦ વિદ્યાર્થીનીઓને સ્વતંત્ર સંશોધન પ્રોજેક્ટ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)ની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨.૫  લાખ એનાયત કરવામાં આવ્યા છે.

   નવોન્મેષ એવોર્ડ: કલ્યાણી વિખેની આગેવાની હેઠળની ટીમે BIOQUEST હેકાથોન અને સંસ્કૃતિની આગેવાની હેઠળની ટીમે mRNA થેરાપી પરના કાર્ય માટે WAAH સાયન્સ લોરિયેટ એવોર્ડ્સમાં ટોચનું સન્માન મેળવ્યું છે.

    સ્પર્ધાત્મક સફળતા: અનેક વિદ્યાર્થીનીઓએ પ્રતિષ્ઠિત DBT-JRF અને CSIR-UGC, JRF ફેલોશિપ માટે ક્વોલિફાય કર્યું છે.

    વૈશ્વિક પદચિહ્ન: અનેક સ્નાતક વિદ્યાર્થીનીઓની UKની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં અદ્યતન સંશોધન કાર્ય માટે પસંદગી કરવામાં આવી છે.

     યુનિવર્સિટીના પ્રવક્તા જણાવ્યા મુજબ, GBUમાં મહિલા સશક્તીકરણ એ માત્ર સમાનતા વિશે  નથીપરંતુ વૈજ્ઞાનિક નવોન્મેષની આગામી લહેરને વેગ આપવા વિશે છે. NBECઅને IIT બોમ્બેના GENVISION 2025 જેવા વૈશ્વિક મંચ પર GBUની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ આ વિઝનનો પુરાવો છે. 

                આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે‘,વિજ્ઞાન જગતની આ સુપરવુમન્સને કોટિ કોટિ વંદન!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.