Western Times News

Gujarati News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૧ મે,2026 બાદ યોજાશે

AI Image

૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મનપા અને ૭૧ ન.પાલિકામાં ચૂંટણી યોજાઈ શકે છે

ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી ૧ મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ ૧ મેના રોજ મતદાન યોજાય તેવી શક્્યતા છે.

ગુજરાત સ્થાપનાના દિનના દિવસે ગુજરાતમાં ૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મહાનગરપાલિકા અને ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને કારણે ગરમાવો આવશે.

રાજ્ય ચૂંટણી આયોગે એસઆઈઆર પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા – ઈસીઆઈની મતદાર યાદીને આધારે પંચાયતોમાં મતક્ષેત્રો અને પાલિકાઓમાં વોર્ડમાં બેઠકોની ફાળવણી માટે પ્રાથમિક જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. સંભવતઃ માર્ચ મહિનાના અંત સુધીમાં તેને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્્યા છે.

તેના બાદ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણી જાહેર કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના આધારે શક્્યતા ૧ મે બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્્યતા છે.

બીજો પાયદો એ પણ છે કે, ગુજરાતની અનેક નગરપાલિકા, પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે. તો કેટલીક પાલિકાઓમાં જલ્દી જ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થઈ જશે. નવા પ્રતિનિધિ નહિ ચૂંટાય ત્યા સુધી તમામ પાલિકાઓમાં વહીવટદારો રાજ કરશે. જે અંતર્ગત સરકારના પ્રતિનિધિઓ જેમકે, આઈએએસ, ગેસ સહિતના અધિકારીઓ ચાર્જ સંભાળશે.

ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં ૯ થી ૧૧ માર્ચ દરમિયાન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થઈ રહી છે. જેમ કે, નગરસેવકો, કોર્પોરેટર, મેયર, પ્રમુખ સહિતના સમયગાળાનો અંત આવશે. તેથી ૧૦ માર્ચથી ૨૦ મે સુધી વહીવટદારો ગુજરાતમાં રાજ કરશે. જ્યા સુધી ચૂંટણી નહિ થાય, અને પ્રતિનિધિ નહિ ચૂંટાય, અને પ્રતિનિધિઓની પ્રથમ બેઠક નહિ મળે ત્યાં સુધી વહીવટ સરકારી અધિકારીઓ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.