શિયાળામાં ગાઝિયાબાદ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર
નવી દિલ્હી, વર્ષ ૨૦૨૫-૨૬ની શિયાળાની ઋતુ દરમિયાન ગાઝિયાબાદ ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર રહ્યું હતું. આ પછી નોઇડા બીજા ક્રમે અને દિલ્હી ત્રીજા ક્રમે રહ્યું હતું.
પૂરતા મોનિટરિંગ ડેટા ધરાવતા દેશના ૨૩૮માંથી ઓછામાં ૨૦૪ શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી ધોરણો કરતાં સરેરાશ ધોરણે વધુ રહ્યું હતું. ગયા વર્ષે આવા શહેરોની સંખ્યા ૧૭૩ હતી. સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરએ એર ક્વોલિટી ડેટાના કરેલા વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી હતી.
આ વિશ્લેષણ ૧ ઓક્ટોબર, ૨૦૨૫થી ૨૮ ફેબ્›આરી ૨૦૨૬ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કન્ટીન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન્સના ડેટા પર આધારિત હતું. સીઆરઈએ વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે ૨૦૨૫-૨૬ના શિયાળા દરમિયાન ગાઝિયાબાદ ભારતમાં સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું, જેમાં સરેરાશ પીએમ૨.૫નું સ્તર ૧૭૩ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર રહ્યું હતું.
નોઈડા ૧૬૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર પીએમ ૨.૫ સ્તર સાથે બીજા ક્રમે અને દિલ્હી ૧૬૩ માઇક્રોગ્રામ પ્રતિઘન મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. આમ આ શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઘણુ જ ઊંચું રહ્યું હતું.
અભ્યાસમાં જણાવાયું હતું કે ૨૦૨૫-૨૬ના શિયાળા દરમિયાન દિલ્હીમાં ૧૮ દિવસ પ્રદૂષણનું સ્તરે ખૂબ જ ગંભીર, ૮૭ દિવસ ખૂબ જ નબળું, ૨૪ દિવસ નબળું, ૧૫ દિવસ સાધારણ, છ દિવસ સંતોષજનક અને માત્ર એક દિવસ પ્રદૂષણનું સ્તરે સારું રહ્યું હતું. સૌથી વધુ પ્રદૂષિત ટોપ ૧૦ શહેરોમાં ગ્રેટર નોઇડા, બહાદુરગઢ, ધરુહેરા, ગુડગાંવ, ભીવાડી, ચરખી દાદરી અને બાગપતનો સમાવેશ થાય છે.
ટોચના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ચાર-ચાર શહેરો હતાં, જ્યારે દિલ્હી અને રાજસ્થાનના એક-એક શહેરનો સમાવેશ થાય છે.રાજ્ય સ્તરે હરિયાણામાં સૌથી વધુ શહેરોમાં પીએમ૨.૫નું સ્તર એનએએ એનએએક્યુએસ ધોરણેને ઓળંગી ગયું હતું.
રાજ્યના ૨૪ શહેરોમાં પ્રદૂષણ સામાન્ય ધોરણે કરતાં ઊંચું રહ્યું હતું. આ ઉપરાંત આંધ્રપ્રદેશના નવ શહેરો, પંજાબના આઠ શહેરો, પશ્ચિમ બંગાળના સાત અને ગુજરાતના છ શહેરોમાં પણ પ્રદૂષણનું સામાન્ય ધોરણોથી ઊંચું રહ્યું હતું.SS1MS
