Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમઃ 50,000 સુધીની છેતરપિંડીમાં 85% સુધીનું વળતર મળશે

AI Image

બેંકની કોઈ પણ બેદરકારીનો આર્થિક બોજ હવે ગ્રાહકે ઉઠાવવો પડશે નહીં-છેતરપિંડીની જાણ 5 દિવસની અંદર કરવી ફરજિયાત.

નવા નિયમો મુજબ, જો બેંકની આંતરિક સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય અથવા ત્રીજી વ્યકિત દ્વારા સુરક્ષા તોડીને નાણાં ઉપાડી લેવામાં આવે, તો તેમાં ગ્રાહકની કોઈ જ જવાબદારી રહેશે નહીં.

New Delhi, જો તમે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનો છો, તો તમારે ચિતા કરવાની જરૃર નથી, કારણ કે બેંકો તમારી સુરક્ષા માટે વધુ જવાબદાર રહેશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાના મૂલ્યના ડિજિટલ બેંકિગ છેતરપિડીથી પ્રભાવિત ગ્રાહકોને રાહત આપવા માટે એક નવું માળખું પ્રસ્તાવિત કર્યું છે.

બેંકે ફરિયાદ મળ્યાના ત્રીસ (૩૦) દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને ગ્રાહકના ખાતામાં મૂળ તારીખથી જ વ્યાજ સહિત પૂરેપૂરી રકમ જમા કરવાની રહેશે. આનો સીધો અર્થ એ છે કે, બેંકની કોઈ પણ બેદરકારીનો આર્થિક બોજ હવે ગ્રાહકે ઉઠાવવો પડશે નહીં.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિજિટલ છેતરપિંડી સામે ગ્રાહકોને સુરક્ષા આપવા માટે એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે:

મુખ્ય જોગવાઈઓ

  • વળતર યોજના:
    • રૂ. 50,000 સુધીની છેતરપિંડીમાં 85% સુધીનું વળતર મળશે.
    • મહત્તમ વળતર રૂ. 25,000 સુધી મર્યાદિત રહેશે.
    • આ લાભ જીવનકાળમાં ફક્ત એક જ વાર મળશે.
  • વળતરનું વહન:
    • 65% RBI ભોગવશે.
    • 10% ગ્રાહકની પોતાની બેંક.
    • 10% લાભાર્થી બેંક.
  • ફરિયાદ પ્રક્રિયા:
    • છેતરપિંડીની જાણ 5 દિવસની અંદર કરવી ફરજિયાત.
    • ફરિયાદ 1930 હેલ્પલાઇન અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાવવી.
    • બેંકને ફરિયાદ મળ્યા પછી 30 દિવસની અંદર ઉકેલવું ફરજિયાત.
  • ગ્રાહકની જવાબદારી:
    • જો બેંકની સિસ્ટમમાં ખામી હોય અથવા તૃતીય પક્ષ સુરક્ષા તોડે, તો ગ્રાહકની કોઈ જવાબદારી નહીં.
    • ગ્રાહકની બેદરકારી (PIN/પાસવર્ડ જાહેર કરવો, બેંકને તાત્કાલિક જાણ ન કરવી, ચેતવણીઓને અવગણવી) હોય તો જવાબદારી ગ્રાહક પર આવશે.
  • સુરક્ષા પગલાં:
    • રૂ. 500 થી વધુના દરેક વ્યવહાર માટે SMS ચેતવણી ફરજિયાત.
    • બેંકોને 24×7 છેતરપિંડી રિપોર્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરવી પડશે.
    • ફોન બેંકિંગ, SMS, ઈમેઇલ, IVR અને ટોલ-ફ્રી હેલ્પલાઇન દ્વારા ફરિયાદ નોંધાવી શકાશે.

વધારાની સુવિધાઓ

  • બેઝિક સેવિંગ્સ ખાતાધારકો:
    • દર વર્ષે 25 ચેક પાના મફત મળશે.
    • મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન વ્યવહારો પર કોઈ વધારાનો ચાર્જ નહીં.

આ નવા નિયમો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે અને તમામ વાણિજ્યિક, પ્રાદેશિક ગ્રામીણ તથા નાની ફાઇનાન્સ બેંકો પર લાગુ પડશે.

નવા નિયમો મુજબ, જો બેંકની આંતરિક સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય અથવા ત્રીજી વ્યકિત દ્વારા સુરક્ષા તોડીને નાણાં ઉપાડી લેવામાં આવે, તો તેમાં ગ્રાહકની કોઈ જ જવાબદારી રહેશે નહીં. આવા કિસ્સાઓમાં ગ્રાહકે પાંચ (૫) દિવસની અંદર બેંકને સત્તાવાર જાણ કરવાની રહેશે. બેંકે ફરિયાદ મળ્યાના ત્રીસ (૩૦) દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને ગ્રાહકના ખાતામાં મૂળ તારીખથી જ વ્યાજ સહિત પૂરેપૂરી રકમ જમા કરવાની રહેશે. આનો સીધો અર્થ એ છે કે, બેંકની કોઈ પણ બેદરકારીનો આર્થિક બોજ હવે ગ્રાહકે ઉઠાવવો પડશે નહીં.

રિઝર્વ બેંકે ૫૦,૦૦૦ રૃપિયા સુધીના ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનારા ગ્રાહકો માટે એક અભૂતપૂર્વ રાહત યોજના અમલમાં મૂકી છે. જો કોઈ વ્યકિતગત ગ્રાહક સાથે છેતરપિડી થાય, તો તેને કુલ નુકસાનના ૮૫ ટકા અથવા વધુમાં વધુ ૨૫,૦૦૦ રૃપિયા વળતર પેટે ચૂકવવામાં આવશે.

આ યોજનાનો આર્થિક ભાર માત્ર બેંક પર નહીં રહે, પરંતુ રિઝર્વ બેંક પોતે ૬૫ ટકા હિસ્સો ભોગવશે, જ્યારે ગ્રાહકની બેંક અને જ્યાં નાણાં ટ્રાન્સફર થયા છે તે બેંક ૧૦-૧૦ ટકા હિસ્સો આપશે. ગ્રાહક પોતાના જીવનકાળમાં એક વાર આ સરકારી વળતરનો લાભ લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.