Western Times News

Gujarati News

ઇરાનમાં રહેતા ભારતીયોને મંજૂરી વિના દેશ નહીં છોડવાની તાકીદ

નવી દિલ્હી, તેહરાન સ્થિત ભારતીય એલચી કચેરીએ ઇરાનમાં રહેતાં તમામ ભારતીયોને કચેરીની મંજૂરી વિના ઇરાન નહી છોડવાની કડક તાકીદ કરી છે અને કહ્યું છે કે જો એલચી કચેરીની મંજૂરી વિના કોઇપણ ભારતીય જમીન સરહદે ઇરાન છોડવાનો પ્રયાસ કરશે તો તેને બાદમાં કોઇ મદદ કરી શકાશે નહીં.

ઇરાનમાં રહેતા ભારતીયો માટે બહાર પડાયેલી એડવાઇઝરીમાં કચેરીએ કહ્યું છે કે ભારતીય એલચી કચેરીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અને પૂર્વમંજૂરી સાથે જ સરહદ પાર કરવાની રહેશે, તેથી ઇરાનમાં રહેતાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ કચેરીના સહયોગમાં રહ્યા વિના ઇરાનની કોઇપણ જમીન સરહદેથી દેશ છોડવાનો પ્રયાસ કરવો નહીં.

એડવાઇઝરીમાં ભારતીયોને એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઇ ભારતીય નાગરિક એલચી કચેરીની મંજૂરી વિના જમીન સરહદેથી ઇરાન છોડી દેશે અને બાદમાં ત્રીજો દેશ તેમને પ્રવેશ નહીં આપે તો વા સંજોગોમાં એલચી કચેરી તેઓની કોઇ સહાય કે મદદ કરી શકશે નહીં, તેથી દરેક ભારતીય નાગરિકને નોંધ લેવાની વિશેષ વિનંતી કરવામાં આવે છે કે જો કોઇ ભારતીય કચેરીની મંજૂરી વિના ઇરાન છોડી દેશે અને ત્રીજો દેશ તેમને પ્રવેશ નહીં આપે તો કચેરી તેમને મદદ કરી શકશે નહીં એમ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું.ઈઝરાયેલે ઈરાનના ઓઈલ ફિલ્ડ ઉપરાંત જાહેર માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

રવિવારે ઈઝરાયેલે અમેરિકાને આગોતરી જાણ કરી ઈરાનના ઓઈલ ડેપો પર ૩૦ મિસાઈલ ઝીંકી હતી. કેટલાક અહેવાલો મુજબ, ઈઝરાયેલનો આ હુમલો યુએસની અપેક્ષા કરતાં ઘણો વધારે ઘાતક હતી. સામાન્ય નાગરિકોની ઈમારતો કે માળખાકીય સુવિધાઓ પર હુમલાથી ઈરાનના લોકો રેજિમ સરકારના સમર્થનમાં આવી જશે, તેવું અમેરિકાને લાગે છે.ઈરાને ખાડી દેશોમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કરતાં અમેરિકામાં ચિંતા ફેલાઈ છે.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કાે રુબિયોએ કહ્યું હતું કે, ઈરાન સાથેના સંઘર્ષમાં લક્ષ્ય હાસલ કરવાની નિકટમાં છીએ. ઈરાનમાં મૌલવીઓની રેજિમ ફરી આવી છે અને તેનાથી સમગ્ર વિશ્વ માટે જોખમ છે. તેઓ વિશ્વને બાનમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ઈરાન દ્વારા પડોશી દેશો, એનર્જી ઈન્ળાસ્ટ્રક્ચર અને નાગરિક વસાહતો પર હુમલા થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.