Western Times News

Gujarati News

સોરબ બેદીએ મલાઈકા અરોરા સાથેના અફેરની અફવાઓ ફગાવી

મુંબઈ, બોલીવુડની ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાની પર્સનલ લાઈફ હંમેશા મીડિયા અને ફેન્સમાં ચર્ચાનો વિષય રહી છે. તાજેતરમાં એક્ટર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સોરબ બેદી સાથેનો મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર બંનેના અફેરની અફવાઓએ જોર પકડ્યું હતું. જોકે, હવે આ મામલે સોરબ બેદીએ પોતે સામે આવીને સત્ય જાહેર કર્યું છે.મલાઈકા અરોરા સાથે નામ જોડાતા સોરબ બેદીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સોરબે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મલાઈકા સાથે તેનો કોઈ રોમેન્ટિક સંબંધ નથી, પરંતુ તેઓ માત્ર સારા મિત્રો છે.

સોરબે જણાવ્યું કે તે મલાઈકાને પોતાના મોડેલિંગના દિવસોથી જાણે છે. ડેલનાઝ દારૂવાલા અને વહબીઝ મહેતાએ તેની મુલાકાત મલાઈકા સાથે કરાવી હતી અને ત્યારથી તેઓ એક જ સોશિયલ સર્કલનો ભાગ છે.વાયરલ વીડિયો અને લોકોની પ્રતિક્રિયાઓ પર વાત કરતા સોરબે કહ્યું કે, “લોકો કશું જ વિચાર્યા વગર તારણ કાઢી લે છે.

કોઈ પણ યુવતી વિશે આવી વાતો કરતા પહેલા લોકોએ બે વાર વિચારવું જોઈએ, કારણ કે તેની અસર તેની માનસિક સ્થિતિ પર પડી શકે છે.” તેણે વધુમાં ઉમેર્યું કે તે વર્ષાેથી મલાઈકા સાથે પાર્ટીઓ કરી રહ્યો છે અને અગાઉ પણ ફોટા શેર કર્યા હતા, પરંતુ હવે તે પોતે જાણીતો ચહેરો બની ગયો હોવાથી લોકો તેને વધુ નોટિસ કરી રહ્યા છે. સોરબના મતે, બે વ્યક્તિઓ સારા મિત્રો પણ હોઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.