પોલીસને ખુલ્લેઆમ ધમકી આપતો કુખ્યાત કુંદન ઠાકુર સહિત બે ગુનેગારોના એન્કાઉન્ટર
પટણા, બિહારના મોતિહારીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તાર રામડીહા ગામમાં બની હતી. ગોળીબારમાં બે ગુનેગારો માર્યા ગયા છે. બીજી તરફ એક જવાન પણ શહીદ થઈ ગયો છે.
આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે જેમાં કુંદન ઠાકુર અને પ્રિયાંશુ દુબે સામેલ છે. જી્હ્લ જવાનનું નામ શ્રીરામ યાદવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ઘટના ફક્ત એક એન્કાઉન્ટર નહોતી, પરંતુ તે પહેલાની કહાની ઘણી ખતરનાક અને ચોંકાવનારી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરનું એક ઓડિયો રેકો‹ડગ હવે સામે આવ્યું છે, જેણે પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. આ ઓડિયોમાં કુંદન ઠાકુર જે બેખોફ અંદાજમાં પોલીસને ધમકી આપતો સંભળાય રહ્યો છે તે દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું ઊંચું થઈ ગયું હતું.
Bihar is not for beginners. Wanna be Gangster Kundan Thakur from Motihari in Bihar threatned the Additional SHO of his Police Station on a phone call and the very next day STF traced and killed him along with his associate Priyanshu Dubey in an encounter. STF Jawan Sriram Kumar… pic.twitter.com/LEhXqxxfoC
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 18, 2026
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓડિયો એન્કાઉન્ટરના બે દિવસ પહેલાનો છે, જેમાં કુંદન ઠાકુરે ચકિયાના એડિશનલ સ્ટેશન હાઉસ ઓફિસરને ફોન કરીને સીધો પડકાર ફેંક્્યો હતો. તેણે કહ્યું કે, તમે જ્યાં ઇચ્છો ત્યાં સમય અને સ્થળ નક્કી કરો, હું ત્યાં અગાઉથી પહોંચી જઈશ. ૧૦ થી ૧૫ પોલીસવાળાની લાશો પડશે અને તમે મને પકડી પણ નહીં શકશો.
આટલું જ નહીં તેણે પોલીસ પર તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા અહીં સુધી કહી દીધું હતું કે, જો મારા પરિવારને તંગ કર્યો, તો હું પણ તમારા પરિવારને છોડીશ નહીં. વાતચીત દરમિયાન તેના અવાજમાં ન તો ડર હતો ન તો ખચકાટ, પરંતુ તે એક ખુલ્લો પડકાર હતો.
ઓડિયોમાં કુંદન ઠાકુર વારંવાર કહી રહ્યો હતો કે, હું ભાગવા વાળો નથી. જો એન્કાઉન્ટર થશે તો અમે ભાગીશું નહીં, પરંતુ સામેથી તેનો સામનો કરીશું. જ્યારે પોલીસે પૂછ્યું કે, શું તું ધમકી આપી રહ્યો છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે હું ધમકી નથી આપી રહ્યો, સલાહ આપી રહ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંદન ઠાકુર ઘણા સમયથી પોલીસના રડાર પર હતો. તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ વચ્ચે જ પોલીસને તેના ઠેકાણા વિશે વિશ્વસનીય માહિતી મળી, ત્યારબાદ મોડી રાત્રે એક સ્પેશિયલ ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ હાજર ગુનેગારોએ ચેતવણી આપ્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો.
અચાનક થયેલા ગોળીબારમાં જી્હ્લનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સમાચારથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. પોતાના સાથીદારને ગુમાવ્યા બાદ પણ પોલીસ ટીમે પીછે હઠ ના કરી. સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતા પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં કુંદન ઠાકુર સહિત બે ગુનેગારો ઘટના સ્થળ પર જ માર્યા ગયા. થોડા સમય માટે આખો વિસ્તાર ગોળીબારના અવાજથી ગુંજતો રહ્યો.
