Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારમા આવેલી સબ રજીસ્ટ્રારની ઓફિસ જર્જરીત હાલતમાં

રજીસ્ટાર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને બહારથી દસ્તાવેજ કરાવવા માટે આવતા લોકોની વોશરૂમ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે.

(પ્રતિનિધિ) ઉમરગામ, મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના છેવાડાના આંતરિયાળ વિસ્તાર સમા ઉમરગામ તાલુકામાં જેટલા કેટલાય વર્ષોથી કાર્યરત સરકારને વરસે દહાડે લાખો રૂપિયાની આવક રળી આપતી ઉમરગામ સબ રજીસ્ટાર કચેરી , જેનું મકાન છેલ્લા કેટલાય વર્ષોથી એકદમ અતિજર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે.

ઉમરગામ તાલુકા હાલના સમયે ઘણા વર્ષોથી જીઆઇડીસી અને ઉદ્યોગો વધવાથી ઉમરગામ શહેરનો વિકાસ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે. તેને કારણે આ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દરરોજ પોતાના દસ્તાવેજ કરાવવા માટે બહુ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

આ સબ રજીસ્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને બહારથી પોતાના દસ્તાવેજ કરાવવા આવનારા લોકો માટે અહીં શૌચાલય માટે કોઈપણ પ્રકારના વોશરૂમની કોઈ વ્યવસ્થા જ વર્ષોથી નથી કરવામાં આવી.

જેના કારણે રજીસ્ટાર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને બહારથી દસ્તાવેજ કરાવવા માટે આવતા લોકોની વોશરૂમ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. તો આ સમસ્યાઓ વધી રહી છે તો લોકોની આ પ્રાથમિક જરૂરિયાતોનું નિરાકરણ લાવવું જરૂરી છે .

અને હાલની હાલના સમયમાં આ મકાન અતિ જર્જરીત બની ગયું હોવાથી અકસ્માત થવાની શક્યતા વધી ગયેલી દેખાય છે. તો અહીં પોતાના દસ્તાવેજ કરાવવા આવતા લોકોના અને સબ રજીસ્ટાર ઓફિસના કર્મચારીઓનું અતિ જર્જરીત મકાનને કારણે જોખમને દૂર કરવા કચેરીનું નવી મામલતદાર કચેરી ખાતે સ્થળાંતર કરાય તે જરૂરી બન્યું છે જેથી કરી ભવિષ્યમાં સંભવિત અકસ્માત ટાળી શકાય તે માટે લાગતા- વળગતા સંબંધિત અધિકારીઓએ આ બાબતે યોગ્ય ઘટતું કરવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.