Western Times News

Gujarati News

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયાં

મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય ૨ ગુમ

ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે

માલદીવ્સ,રેમન્ડ ગ્›પના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને મુંબઈમાં તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે, જ્યાં તેઓ અત્યારે સુરક્ષિત છે.ગૌતમ સિંઘાનિયા ભારતની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપની ‘રેમન્ડ લિમિટેડ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. બિઝનેસ સિવાય તેઓ કાર રેસિંગ, એવિએશન અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ ૨૦૦૦માં રેમન્ડ ગ્›પની કમાન સંભાળ્યા બાદ તેમણે આ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.

ઉદ્યોગ જગતમાં તેમની એક આગવી વ્યૂહનીતિ રહી છે, જેના કારણે રેમન્ડ આજે માત્ર સુટિંગ-શ‹ટગ પૂરતું મર્યાદિત ન રહીને એક ગ્લોબલ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ બની ગયું છે.ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને પત્ની નવાઝ મોદી સાથેના છૂટાછેડાના વિવાદ અને પારિવારિક મિલકતને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈના કારણે ખૂબ ચર્ચાઓ ભારે ધ્યાન ખેંચ્યું હતું.

હાલમાં, માલદીવ્સમાં સર્જાયેલા આ સ્પીડબોટ અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર બિઝનેસ જગત અને તેમના પ્રશંસકો ચિંતામાં છે અને તેઓ ગૌતમ સિંઘાનિયાના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, દરિયામાં બનેલી આ ઘટનામાં ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ હજુ ચાલુ છે અને આ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.