Western Times News

Gujarati News

ફિલ્મ “કોકટેલ ૨”નું ટીઝર લીક થયું, દર્શકો નિરાશ થયાં

કોકટેલ ૨ ૧૯ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે

મૂળ ફિલ્મને મળેલા પ્રેમ અને સફળતાને કારણે દર્શકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. પરંતુ શું કૃતિ, રશ્મિકા અને શાહિદ આ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા?

મુંબઈ,ધુરંધર ધ રિવેન્જ સત્તાવાર રીતે રિલીઝ થવાના એક દિવસ પહેલા, ઘણા ચાહકો પેઇડ પ્રિવ્યુ જોવા માટે થિયેટરોમાં દોડી ગયાં હતાં. આ પ્રીમિયર સાથે, કોકટેલ ૨ના નિર્માતાઓએ શાહિદ કપૂર, રશ્મિકા મંદાન્ના અને કૃતિ સેનનની આવનારી ફિલ્મનું પહેલું ટીઝર મોટા પડદા પર રજુ કર્યું હતું. હોમી અડાજાનિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનાં પહેલા ભાગમાં દીપિકા પાદુકોણ, ડાયના પેન્ટી અને સૈફ અલી ખાન હતાં.

આ કલ્ટ ક્લાસિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ કોકટેલ (૨૦૧૨)ની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. મૂળ ફિલ્મને મળેલા પ્રેમ અને સફળતાને કારણે દર્શકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. પરંતુ શું કૃતિ, રશ્મિકા અને શાહિદ આ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા? કોકટેલ ૨નું ટીઝર થિએટરમાં બતાવ્યા પછી ઓનલાઇન લીક થઈ ગયું છે, જોકે, તેમાં દર્શકોને ખાસ મજા આવી નથી.કોકટેલ ૨નું ટીઝર ખરેખર તો ફિલ્મનાં ગીત ‘જબ તલક’ની એક ઝલક છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાન્નાને એક બીચ પાર્ટી જેવી લાગતી જગ્યાએ નાચતાં બતાવ્યાં છે.

પહેલી નજરમાં તો, આ ટ્રેક દીપિકા પાદુકોણ, ડાયના પેન્ટી અને સૈફ અલી ખાનના લોકપ્રિય ‘તુમ્હી હો બંધુ’ ગીતની યાદ અપાવી શકે છે. નવા ટીઝર પર ઉત્સાહ વ્યક્ત કરતાં એક ચાહકે લખ્યુંઃ “મને જે બોલિવૂડનો માહોલ ગમે છે તેવો જ છે.” જ્યારે બીજા એકે લખ્યુંઃ “અરે આ તો બહુ તાજગીસભર લાગે છે.” ઘણા નેટિઝન્સે એમ પણ જણાવ્યું કે ક્રિતિ અને રશ્મિકા તેમનાં નવા અવતારમાં ‘હોટ’ લાગે છે, જ્યારે શાહિદના ડાન્સ મૂવ્સ બટર જેટલા સ્મૂથ છે. પરંતુ ગીત પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયું છે.કોકટેલ ૨નું લીક થયેલું ટીઝર જોયા પછી એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુંઃ “સંગીત ખરાબ છે. આશા છે કે ફિલ્મમાં વધુ સારા ગીતો હશે.”

જ્યારે બીજા એકે લખ્યુંઃ “કેવું બકવાસ ગીત હતું યાર….કંઈક તો ઢંગનું બનાવ્યું હોત. ડાન્સ તો જબરદસ્ત છે, કોઈ શંકા નથી, પરંતુ ગીત તો સંપૂર્ણ બગાડેલું છે.” ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં કોકટેલ ૨ વિશે વાત કરતાં, ક્રિતિએ કહ્યું હતુંઃ “મને લાગે છે કે હું અત્યાર સુધી જે રીતે દેખાઈ છું તેનાથી ખૂબ જ અલગ લાગી રહી છું, જેને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. જ્યારે તમે કોકટેલ ૧ જુઓ છો, ત્યારે તેમાં કંઈક એવું છે જે આજે પણ તાજગીસભર લાગે છે. તે તમને ૧૨ વર્ષ જૂની ફિલ્મ જેવી લાગતી નથી. તમને હજુ પણ લાગે છે કે આ આજકાલની ફિલ્મ છે. મને લાગે છે કે આ ફિલ્મ પણ એવી જ છે. તે ખૂબ તાજગીભરી છે, વિઝ્યુઅલ્સ ખુબ જ સુંદર છે અને તેમાં આધુનિક સંબંધો અને સમીકરણો પર એક નજર છે. જે વિષય પર તે વાત કરે છે તે દરેકને સ્પર્ષે એવી છે. શાહિદ અને રશ્મિકા સાથે શૂટિંગ કરતી વખતે મને ખૂબ મજા આવી.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.