ચીનની ઇજારાશાહી તોડવામાં ભારત ગેમચેન્જર બની શકેઃ અહેવાલ
નવી દિલ્હી, ભારત વિશ્વમાં દુર્લભ ખનિજોના ક્ષેત્રમાં ચીનની ઇજારાશાહી તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત પાસે વિશ્વમાં પાંચમાં ક્રમે સૌથી મોટો દુર્લભ ખનિજોનો ભંડાર છે અને તેના ઉત્પાદન માટે જરૂરી ટેકનોલોજી પણ છે, તેથી ભારત ગેમ ચેન્જર બની શકે છે.
દુર્લભ ખનિજોને ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન, હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક સામાન અને સંરક્ષણ સાધનો બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દ્વારા પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ રેર અર્થ એલિમેન્ટ્સ માટેની વૈશ્વિક સ્પર્ધા હવે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતી સીમિત રહી નથી. તે હવે રાજકીય સ્પર્ધા પણ બની છે. ચીન હાલમાં રેર અર્થ સેપરેશન અને પ્રોસેસિંગમાં આશરે ૯૦ ટકા અને મેગ્નેટ મેન્યુફેક્ચરિંગમાં ૯૩ ટકા હિસ્સો ધરાવે છે.
આ ઇજારાશાહીને કારણે ચીન દુર્લભ ખનિજોની નિકાસનો ઉપયોગ વ્યૂહાત્મક લાભ તરીકે કરી રહ્યું છે. ૨૦૧૦ અને જાન્યુઆરી ૨૦૨૬માં આના ઉદાહરણ જોવા મળ્યાં હતાં.
૨૦૧૦માં પૂર્વ ચીન સમુદ્રમાં દરિયાઇ વિવાદો દરમિયાન ચીનને જાપાનમાં નિકાસ પર નિયંત્રણો મૂક્યાં હતાં. આ ઉપરાંત તાજેતરમાં અમેરિકા સાથેના ટેરિફ વિવાદમાં પણ ચીને દુર્લભ ખનિજોની નિકાસ પર વૈશ્વિક દલબીર અહલાવતના આ લેખમાં જણાવાયું હતું કે હાલમાં ભૂરાજકીય તણાવ વધતો જાય છે, ત્યારે વિવિધ દેશો અને ઉદ્યોગો તાત્કાલિક પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો શોધી રહ્યા છે.
ભારત પણ તેના ૮૦થી ૯૦ ટકા મેગ્નેટ અને સંબંધિત સામગ્રી માટે ચીન પર નિર્ભર છે. ભારતમાં આવા ખનિજોનો મોટો ભંડાર છે, પરંતુ આ ક્ષેત્રનો લાંબા સમયથી વિકાસ થયો નથી. ઉત્પાદન મર્યાદિત છે અને તેમાં ઇન્ડિયન રેર અર્થ જેવી સરકારી કંપનીઓનું પ્રભુત્વ છે.
આ ઉપરાંત હાલના નિયમનકારી માળખાને કારણે આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આવતું નથી. આનાથી ખનિજોની રિફાઇનિંગ ક્ષમતા મર્યાદિત રહી છે અને જોકે આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ભારત જાન્યુઆરી ૨૦૨૫માં નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન લોન્ચ કર્યું છે, જેમાં સ્થાનિક સંશોધન, પ્રક્રિયા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકારે મહત્વપૂર્ણ ખનિજ સંશોધન ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખોલવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત મિનરલ સિક્યોરિટી પાર્ટનરશીપ જેવા માળખા દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. સરકારે આ ક્ષેત્રમાં હવે અમેરિકા જાપાન, ઓસ્ટ્રેલિયા અને ઘણા યુરોપિયન દેશો સાથે સહયોગ કરેલો છે.SS1MS
