Western Times News

Gujarati News

વલસાડમાં સ્થાનિક ચૂંટણી પૂર્વે ‘AAP’ને ફટકો,

લોકસભાના ઈન્ચાર્જ ડો.રાજીવ પાંડેનું રાજીનામું-મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી

(પ્રતિનિધિ) વાપી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વલસાડ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેએ પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પાર્ટીના આંતરિક માળખા અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.

રાજીનામું આપ્યા બાદ ડો. રાજીવ પાંડેએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીમાં અનુશાસનનો ભારે અભાવ છે. પાર્ટીમાં શિસ્તનો અભાવ, વલસાડ જિલ્લાની સતત અવગણના અને શિર્ષસ્થ નેઆઓની જમીન સ્તરે કામગીરીના અભાવથી નારાજ થઈ પક્ષમાંથી છેડો ફાડ્‌યો.

કોઈ પણ પ્રકારના ર્જીંઁ કે પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી. કેટલાક ધારાસભ્યો અને ઉપરના નેતાઓ સાથેની ઓળખાણને કારણે મનસ્વી રીતે નિર્ણયો લેવાય છે. અમે મૌખિક અને લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.”

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની સતત અવગણના કરવામાં આવી રહી છે. સુરત અને સૌરાષ્ટ્રમાં જે રીતે સંસાધનો અને ધ્યાન આપવામાં આવે છે, તેવું વલસાડમાં જોવા મળતું નથી. સંસાધનો વગર ચૂંટણી લડવી અને જીતવી અશક્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.